Wednesday, October 28, 2009

માંસાહાર નો દ્વેષ શા માટે?

માંસાહાર નો આટલો દ્વેષ શા માટે?.......કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી.ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં.કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી.ખોરાક માં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ,પોષક તત્વો,વિટામિન્સ,ખનીજ,ફેટ,કારબોહાઈડરેટ્સ,સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધા માં પોષક તત્વો જ હોય છે.માંસાહાર પ્રત્યે એટલો દ્વેષ શા માટે?ભાજી મુલા અને ગાજર સારા છે.શરીર ને શુદ્ધ કરે છે એ વાત સાચી છે.આપણે નિસર્ગોપચાર થી સારા થયા છીએ એટલે એના પ્રત્યે વિશેષ ભાવ હોય તે પણ સાચું પણ એનાથી માંસાહાર ને પ્રત્યેક ખોરાક ના લેખ માં એક વાર તો પુરા જોશ થી વખોડવો એ દ્વેષ ભાવ કહેવાય.દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાક નો શું વાંક?ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે.જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસ ની ચરબી જ ભરેલી છે.ઘી તો શુદ્ધ ચરબી જ છે. એના શરીર માં રહેલી ચરબી એના બચ્ચા ના પોષણ માટે દૂધ માં બીજા તત્વો સાથે ભળે છે.અને એપણ જેતે પ્રાણી ના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે.આપણાં શરીર નું બંધારણ એના માટે યોગ્ય નથી.આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે.આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે,ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસ ના દૂધ એમના બચ્ચાઓના મોમાં થી છીનવી આપણાં બાળકોના શરીર ના કામના નથી છતાં આપીએ છીએ,રે હિંદુ તારી અહિંસા.દરેક પ્રાણી ના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતાજ દૂધ પીવે છે.આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ.સાત્વિક નું લેબલ જો લાગ્યું છે.આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો?આતો સરાસર હિંસા છે.કોઈ પ્રાણી જેવાકે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો?સંતો કલ્પના કરો આને શું કહેવાય?ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું?એને તમે સાત્વિક કહો છો.હજારો નહિ બલકે લાખો વરસો થી માણસ માંસાહાર કરતો આવ્યો છે.આપણે ઉભય આહારી છીએ છતાં પણ ગાય ની જેમ ઘાસ ખાઈ શકતા નથી.એને પચાવવા માટે ની જરૂરી પાચન તંત્ર અને બેક્ટેરિયા ની વ્યવસ્થા આપણી પાસે નથી.ગાય ની પાસે એક નહિ ચાર ભાગવાળું જઠર છે.કુદરતે ફૂડચેઈન બનાવેલ જ છે,વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખાય એ કુદરતી છીએ.આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણી થી વિશેષ કશું નથી.માંસાહાર થી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામા ને બદ્ધી વગરના કહીશું?એમના ધરમશાળાના રસોડા માં ચોક્કસ શાકાહાર જ રંધાય છે પણ એઓશ્રી તો મોટા ભાગે પરદેશમાંજ ફરતા હોય છે ત્યારે સી ફૂડ ને માંસાહાર કરતા હોય છે.બૌદ્ધ સાધુ ને કોઈ ભીખ્સા માં માંસ આપીદેતો ખાઈ લેવું એવો નિયમ છે.ખાવા માં કોઈ ચોઈસ ઘુસી ના જાય માટે એવો નિયમ હતો પણ એલોકોના રસોડા માં ક્યારેય માંસ ના બને એ પણ હકીકત છે.જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે.દુનિયા ના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ ખાવા માટે બાકી નહિ રાખતા હોય.જે બુદ્ધ ધર્મ ની અહિંસા એ આપણ ને માંસાહાર ના દ્વેષી બનાવ્યા જડતાપૂર્વક એ લોકો તો આરામ થી માંસ ખાય છે.જૈન ધર્મ ના અતિ કડક નીતિ નિયમો અને પ્રચાર પ્રસાર તરફ ની નીતિ નો અભાવ અને સ્યાદવાદ જેવી અઘરી ફિલોસોફી ને લીધે હિંદુ ધર્મ ને ભલે એ જૈન ધર્મ પ્રાચીન લગભગ ઋગ્વેદ કાલનો હોવા છતાં બીક નહોતી. બીક હતી અતિ જડપથી પ્રસરી રહેલા બૌદ્ધ ધર્મ ની.એટલે એ સમય ના હિંદુ મહાપુરુસોએ રટવા નું શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ,આતો વેદો ના ખોટા અર્થ કરી યજ્ઞોમાં પશુઓ હોમાય છે,અમે પણ શાકાહારી છીએ.કોઈ છૂટકો જ નહોતો બચવાનો.ભગવાન બુદ્ધ દસ દસ હાજર શિષ્યો ના ટોળાં સાથે ફરતા હતા.બુદ્ધં શરણં ગચ્છામી નો નારો ચારે તરફ ગુંજતો હતો.હવે યજ્ઞોમાં પશુ ને બદલે નાળીયેર હોમવા લાગ્યા,કોળા વધેરવા લાગ્યા.નાળીયેર ને ચોટલી રાખી નાક જેવું બનાવી લીધું,માનસિકતા એની એજ છે.વધેરવું શબ્દ માંજ હિંસા છે.ભગવાન બુદ્ધ અને મહાવીર ના હાથમાં શું છે?વિચાર્યું છે કદી?અને આપણા એક માં સરસ્વતી સિવાય દરેક ભગવાન ના હાથ માં કાતિલ હથિયારો છે.વેપન્સ,ભગવાન ને શી જરૂર?અને એમાં ખોટું પણ શું છે?સરવાઇવલ્ ના યુદ્ધ માં જે મજબુત હોય તેજ જીવે એવો કુદરતનો નિયમ છે.આપણા એક સ્વર્ગસ્થ ભડ કટાર લેખકે વાલ્મીકી રામાયણ ટાંકી ને લખેલું કે રામ સીતા વનમાં હરણ નું માંસ ખાતા અને શિકાર કરેલા હરણાં ના ચર્મ ના વસ્ત્રો પહેરતા હતા.એમણે મહાભારત ને ટાંકી ને લખેલું કે યુધ્ધીસ્થીરે રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળી ઓ માં બ્રાહ્મણોએ હરણ નું માંસ ખાધેલું હતું,આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે.આપણા એ ભડ લેખક ને પ્રણામ.આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે?સ્વામી સચ્ચિદાનંદ લખેછે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે,પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે.માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથ ની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું. માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે.માંસાહાર માં શાકાહાર કરતા ઉત્તમ ન્યુટ્રીશંસ છે.સાથે સાથે શાકાહાર પણ જરૂરી છેજ.કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહાર માં છેજ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ.આપણા કજીન્સ ચિમ્પાંજી પણ એક્સ્ટ્રા પ્રોટીન માટે માંસાહાર કરી લેછે.વાઘ સિંહ હિંસક નથી.ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું.શું કરે બિચારા.ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી.અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ?આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી?માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમ ની.અતિ હમેશાં નુકશાન કારક છે.એકલા ગાજર ખાઈ ને કે એકલા માંસ ખાઈને સ્વસ્થ ના રહેવાય.જરૂર છે બંનેના સમન્વય ની.ના તો માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે.માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં.કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવ થી વખોડ્યા કરવી એપણ હિંસા,સુક્ષ્મ હિંસા જ કહેવાય.સાયંસ કહે છે,૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર,પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો ,૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ત્યારથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે.અને ગાય ભેસ લાખો વર્ષો થી ઘાસ જ ખાય છે.સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે.માંસ ખોટું જ હોત તો આદિમાનવ નીસર્ગોપચારીને પુછવા ના જાત કે હું શું ખાઉં?એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.

Thursday, October 22, 2009

ચુંટણી માં ભાજપ ના સુપડા સાફ

ભાજપા ના સુપડા સાફ થાય એમાં કોઈ નવાઈ નથી.કોમી તોફાનો નો ડર બતાવ્યા કરીને આજ સુધી વોટ લીધે રાખ્યા છે.હિન્દુત્વ ના નામે રામ ના રથ કાઢી ચરી ખાધું છે.પેલી ઇંટો ક્યાં ગઈ?આજ સુધી તમામ કાબેલ નેતાઓને એક પછી એક ઘર ભેગાજ કર્યા છે.એટલે પ્રજા હવે સમજી ગઈ છે.શિવસેના નો બીમાર વાઘ ઘરમાં બેઠો બેઠો ગર્જનાઓ કર્યા કરે છે.પણ હવે એનુંજ ઘર ફૂટ્યું છે.લોકસભાની ચુંટણી માં મોદી નો ચાઈલ્ડઈશ બકવાસ કામ લાગ્યો નથી ઉલટાનું નુકશાન થયું છે.ગુજરાત માં કોમી તોફાનો વધારે થાય છે.એની બીક માં મોદીસાહેબ વોટ લઇ ગયા છે,અને ગુજરાત માં કોંગ્રેસ પાસે કોઈ મજબુત નેતા પણ નથી.કંધાર અને કારગીલ ના બણગા ની સાચી વાત પ્રજાની સમજ માં આવી ગઈ છે.તમારા ઘર માં કોઈ ઘુસી જાય તેને મહાપરાણે કાઢવામાં કોઈ બહાદુરી નથી કરી.મનમોહસિંહ જેવા કાબેલ અર્થશાસ્ત્રી ને લીધે ભારત માં અમેરિકા જેવી મંદી નથી આવી.નામ ગણાવવાની જરૂર નથી જેઓએ એમની આખી જીંદગી ભાજપા માટે ઘસી નાખી હોય તેવા કાબેલ નેતાઓને ઘડી ના છઠા ભાગ માં કાઢી મુકતા ભાજપને વાર લાગતી નથી.કયો નેતા એના માટે પ્રમાણિકતા થી કામ કરશે?સવારે છાપા માં વાચવા મળે કે મને તો કાઢી મુક્યો છે.વેરી સિમ્પલ ભાજપ ના સુપડા સાફ થાય જ.

Tuesday, October 13, 2009

સ્ત્રીઓ ને ક્યાં સુધી રડાવશો?

શ્રી કાંતિભટ્ટ નો એક લેખ આવ્યો છે,દિવ્ય ભાસ્કર માં ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આશું ઉપચાર કથાઓ.સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો?આજ તો ચાલાકી છે,પુરુષ પ્રધાન સમાજ ની.સ્ત્રીઓના અન કોન્શિયસ બ્રેન માં નાનપણ થીજ ભરવી દેવાનું,કે અમે તમને ગમેતેટલું હેરાન કરીએ તમારે અમનેજ પ્રેમ કરવાનો.અમે તમને તમારો વાંક ના હોય છતાં ,વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય,પાડોશી ના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ,અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ,અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ,છતાં તમારે અમનેજ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે?પાછા કાન્તીકાકા જેવા જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે.બાવાઓ ને કથાકારોએ બ્રેન વોશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે.હવે તેમાં કાન્તીકાકા પણ ઉમેરાયા. સ્ત્રીઓના સરળ હૃદય નો ક્યાં સુધી લાભ લેશો?સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં.એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા.અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી.હજારો,સેકડો વરસ ધરતી માં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય,અને એમાં ભાગ્યેજ ફાટે.સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરો,એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરો, અને એ પોતે કરેલી ભૂલ ના પસ્તાવામાં રામજી એ સરયુ માં જળ સમાધિ લીધી.આ બધા રૂપાળા શબ્દો છે,આત્મહત્યા થી વિશેષ કશું નથી.કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે.અમારા માણસા માં હું નાનો હતો ત્યારે ડોંગરેજી ની કથા હતી,કથા કરતા કરતા ડોંગરેજી રડવા લાગ્યા,મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે?કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા.હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે,ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું.હમણા મેં ઓપ્રાહ ના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ,કેટ અને બીજી એક ફ્રેન્ડ ની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે.વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી.કાલ્પનિક મિત્રો હોય છે.હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે.જોયું બાપુ જેવા મહાત્મા રડી પડ્યા કેટલા સરળ હૃદય ના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે.એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે,મૂર્ખી છે.વધારે પડતી સરળતા મુર્ખામી છે.સૌરાષ્ટ્ર ની ધરતી કઠણ છે.સર્વાઇવલ્ થવું અઘરું છે અને ભવિષ્ય અજ્ઞાત છે,એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે,એટલે સૌરષ્ટ્ર ના લોકો વધારે ધાર્મિક છે.અનેએનો લાભ બધા લે છે.ચમત્કાર થી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે?એટલે કુમાર,નવનીત ઓછાજ વેચાય,એમાં કશું નવું નથી.સ્ત્રીઓ મૂર્ખી એટલેજ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય.રોગો માટે કંઠી,બદલી માટે કંઠી,સંતાનો માટે કંઠી,આ બધી મુર્ખામી છે.એમાં ગર્વ લેવા જેવું શું છે.ગોંડલ કોલેજ ની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે,કાન્તીકાકા જેવા લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું?એ મૂર્ખી છે,એનું બ્રેન કોઈ બાપુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે.ભજન ની જીત થાય છે ભણતર ઉપર.જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે,એ લોકો માસ સાયકોલોજી જાણે છે,પોતે રડે છે,બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે.ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?

Sunday, October 11, 2009

કોઈ વસ્તુ પોતાનામાં ખરાબ નથી.

ભૌતિકવાદ માં ખોટું પણ શું છે?ક્યાં સુધી મંજીરા ને તમ્બુરા વગાડ્યા કરીશું?કોઈ વસ્તુ એના પોતાનામાં ખરાબ નથી,ખરાબી છે એનો તમે શેમાં ઉપયોગ કરોછો તેમાં.અણુ વિજ્ઞાન થી ફાયદા છે,તેમ બોમ્બ બનાવીને ફેકીને તબાહી પણ કરી શકાય.મોબાઈલ અને ઈન્ટરનેટ ના ફાયદા પણ છેજ.હવે એનો ખોટો ઉપયોગ કરવો પણ તમારા હાથ માં છે.એનાથી ઈન્ટરનેટ ખરાબ થઇ જતું નથી.એમાં ઓરકુટ કે ફેસબુક નો શું વાંક?વાંક છે તમારી માનસિકતાનો.અમેરિકા માં બેઠા બેઠા હું મારા દેશ માં રહેતા સગાઓ સાથે ઓરકુટ વડે જોડાઈને મારી લાગણીયો વ્યક્ત કરી શકું છું.આ બધી વસ્તુઓને ગાળો દેવાને બદલે તમારી માનસિકતા બદલો ને ભૈલા.અને ફોન કર્યાવગર કોઈના ઘેર ના જવાય તેમાં ખોટું શું છે? કોઈને કારણ વગર બોધર ના કરવાની એમાં ભાવના છે. જુનું એટલું સોનું એ માનસિકતામાંથી હવે બહાર આવવું જોઈએ. પરિવર્તન સંસાર નો નિયમ છે.પરિવર્તન ને સ્વીકારવું એજ ડહાપણ છે.એનો સારો ઉપયોગ કરી શકાય છે.સરવાઇવલ્ નો નિયમ બધે લાગે છે.જે વસ્તુ કામની નહોય તે ટકવાની નથી.કાયમ મેરા ભારત મહાન ના ખયાલો માં જીવવું યોગ્ય નથી.જુનો જમાનો સારો હતો આજે બધું ખરાબ છે,એવું નથી.નવી વસ્તુ બે,સારા અને ખરાબ પરિણામો લઇનેજ આવે છે. યોગા કામનો છે એટલે હજુ પણ ટક્યો છે.અને આયુર્વેદ આજના મેડીકલ સાયંસ આગળ નથી ટકી શક્યો.અને એમાં પણ જે સારું હશે તેને કોઈ મારી નહિ શકે.હકારાત્મક અભિગમ રાખવો જરૂરી છે.

ભારતમાં વૈજ્ઞાનિકો ની કદર થતી નથી.

આપણે ભારતીયો જ વૈજ્ઞાનિકો ની કદર કરતા નથી,તો બીજા શું કરવાના હતા?તમે સાચુજ કહ્યું કે આપણે નેતાઓ અને અભીનેતા ઓ નીજ કદર કરીએ છીએ.છાપાઓ પણ અભિનેતાઓ ની ખુશામત માં તૂટી પડે છે.આતો વેન્કી પરદેશ માં હતા બાકી અહી રહ્યા હોત કોઈ ઓળખતું પણ ના હોત.અને આવા કેટલાય વૈજ્ઞાનિકો છે જેઓની કોઈએ કદર કરી નથી.આતો અબ્દુલ કલામ ભાગ્યશાળી છે,કે લોકો જાણે છે.જેઓ ખરા અર્થ માં હીરો છે એમને આપણે હીરો કહેતા નથી .આ બીગ બી સારા માણસ છે,પણ એમની ખુશામત માં બધા તૂટી પડ્યાછે.બધું પ્રેસ અને છાપાવાળા ઓના હાથમાં છે.તમે પત્રકારો જેને હીરો બનાવશો એનેજ લોકો માનશે.તમે પત્રકારો જ ફિલ્મી ટટુ ઓની ખુશામત કાર્ય કરશો,નેતાઓની ખુશામત કાર્ય કરશો તો લોકો આ લોકોને જ હીરો માનશે.પણ વૈજ્ઞાનિકો તો એટલા પૈસા વાળા હોતા નથી,પછી એમની વાત જ કોણ કરે?આપણે અણુ ધડાકા કાર્ય પછી બધા દેશોએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટોમાં આપણ ને મદદ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો.ઘણા તો સંયુક્ત પ્રોજેક્ટો હતા.છતાં આપણાં વૈજ્ઞાનિકોએ જાતે જ શંશોધનો કરી બધા પાર પડેલા કોઈ ની મદદ વગર.આપણાં સરકારી લેબો માં કામ કરતા વૈજ્ઞાનિકો નો પગાર પણ કેટલો ટૂંકો હોય છે?એની કોઈ પ્રેસ વાળાને ખબર છે?અરે એક સામાન્ય પી.એસ.આઈ.આ લોકો થી વધારે કમાતો હોય છે.પહેલા તો નેતાઓ અને અભિનેતાઓને હીરો કહેવાનું બંધ કરો,એ લોકોની ખુશામત થી છાપાઓ ભરવાનું બંધ કરો. બીગ બી ના મનમાં એમના જન્મ દિવસ નિમિત્તે લાબીલાબી કેક કે પેસ્ટ્રી બનાવીને બહુમાન કરવા વાળા છાપાંઓને કોઈ વૈજ્ઞાનિક નો જન્મ દિવસ યાદ છે?અણુ ધડાકા કોઈ એકલા અબ્દુલ કલામ થી થોડો શક્ય બને છે?સેકડો વૈજ્ઞાનિકોનો સહિયારો પ્રયાસ હોય છે.એતો ડીફેન્સ લેબ ના વડા હતા.કે એક મિસાઈલ એમના એકલા થી થોડું સફળ થાય છે?એમનો મોટો ફાળો ગણાય,છતાં બીજા સેકડો અનામી,અજાણ્યા વૈજ્ઞાનિકો એ એમાં મહત્વનું કામ કરેલું હોય છે.પણ આ લોકો તો એક મામલતદાર કે સબ ઇન્સ્પેક્ટર જેટલું પણ કમાતા હોતા નથી.દંભી પત્રકારો નેતાઓ અને અભિનેતાઓ ના જ ગુણ ગાન ગાવામાં પડેલા છે.

નક્સલવાદીઓ એ એક પી.એસ.આઈ. નું ગળું કાપ્યું.

આપણું લાગણી તંત્ર બુઠું બની ચુક્યું છે.કોઈ મરે,કોઈની આખ માં આંશુ આવતા નથી.નેતાઓની તો વાત જ શું કરવી.આ મહા દંભી લોકો ક્યારેય કોઈ ની પાછળ રડ્યા હશે ખરા?દેશના પૂર્વ વિભાગ માં કોઈ મરે તો પશ્ચિમ વિભાગ માં કોઈ ને અસર તથી નથી.આવું બધેજ છે.જે મર્યો હોય એના ઘર વાળા રડે બીજાને શું?સરકાર ધારે તો બધું કરી શકે.પણ આપણે તો અહિંસા ને વરેલા,અને એનો દુરુપયોગ કરીને આવા સંગઠનો જોર કરી નિર્દોષ લોકોને મારતા હોય પણ એમાં નેતાઓનું શું જાય છે?હા એમનું કોઈ સગું કે દીકરા,દીકરી હોય તો વાત જુદી છે.ચિદ્મ્બરન્ ના છોકરાને ગોળી મારી હોય કે ગળું કાપ્યું હોય તો હાલ ખબર પડે.કે શું પગલા લેવા,કે લશ્કરી પગલા લેવા કે નહિ.એક પોલીસ વાળો ક્યાં આપણો સંબંધી હતો કે આંશુ આવે?કાયર પ્રજા માંથી ચૂંટેલા કાયર નેતાઓ શું કરવાના હતા?પેલા ચંદન્ચોરે અને ખાલીસ્તાનીઓએ વરસો લગી નિર્દોષ લોકોને મારી બહાદુરી બતાવી.સરકારે જયારે ખરા મન થી ધાર્યું ત્યારે ખાતમો બોલાવ્યો.કરવું હોય ત બધું કરી શકાય.પ્રજાએ જાતેજ સંગઠિત થવું જોઈએ.જાતેજ હુમલાના જવાબ આપવા જોઈએ.સેલ્ફ ડીફેન્સ માટે કોઈને મારવો ગુનો નથી.સરકાર જયારે રક્ષણ ના કરી શકાતી હોય તો જાતે પોતાનું રક્ષણ કરવું એ થોડો ગુનો કહેવાય?અને આવા સ્વ રક્ષણ કરવાવાળાને સરકાર ગુનેગાર ગણી પકડે તો હજારો લોકોએ જાતે જેલમાં પુરાવા જવું જોઈએ.પણ જ્યાં પ્રજા ધર્મો ની અસર માં કાયર બની ચુકી હોય ત્યાં મરવામાટે તૈયાર રહો.

Saturday, October 10, 2009

ફિલ્મી અભિનેતાઓને લોકો ભારતમાં હીરો કેમ કહેતા હશે?

અભિનેતાઓ ને ભારતમાં હીરો કેમ કહેતા હશે? ભારતમાં એક ખુબ ખોટો રીવાજ ચાલી રહ્યો છે.ફિલ્મી અભિનેતાઓને હીરો કહેવાનો.અને અભિનેત્રીઓને હિરોઈન કહેવાનો.આખી દુનિયામાં બીજે ક્યાય આવો રીવાજ નથી.હીરો કોને કહેવાય?જેણે દેશ માટે સમાજ માટે કશું કર્યું હોય,બલિદાન આપ્યું હોય.જેને લોકો પોતાનો આદર્શ ગણે.દા.ત. ગાંધીજી,સુભાષ બાબુ,ઝાંસીની રાણી,મંગલ પાંડે,અબ્દુલ કલામ,ઈન્દિરાજી,રાજીવ ગાંધી,જમશેદજી તાતા,રાણા પ્રતાપ,શિવાજી,ગુરુ ગોવિંદસિંહ,અને આવા બીજા અનેક હજારો લોકો માટે પ્રેરણાદાયી હોય તેવા મહાપુરુષોને હીરો કહેવાય.અરે યુદ્ધ માં પોતાનો જીવ આપી દેતો એક સૈનિક પણ હીરો કહેવાય,પણ આ ફિલ્મી ટટુઓને હીરો કઈ રીતે કહેવાય?ફિલ્મી અભિનેતાઓનો ક્રેજ બધે હોય છે,પણ બહુબહુ તો મુવી સ્ટાર કહે.પણ કોઈ હીરો ના કહે,એક ભારત સિવાય.પત્રકારો પણ હીરો ના કહે.ના તો કોઈ મેગેજીન કે નાતો કોઈ છાપા આ લોકોને હીરો કહે.ભારત માં છાપા અને પત્રકારોની ફરજ બને છે આવી ભૂલો સુધારવાની.કોઈ ગાંધીજી માટે કહે કે એ મારા હીરો છે એ વ્યાજબી છે.કોઈ અભિનેતા માટે કોઈ માણસ પર્સનલી કહે એના પુરતો હીરો તો ઠીક,પણ આખાદેશ માટે હીરો કહેવો એ ખોટું છે.આ લોકો દેશ ના હીરો નથીજ.

Wednesday, October 7, 2009

કાંતિ ભટ્ટ ના આર્ટીકલ ઉપર મારો ફીડબેક

સૌથી વધારે આપણા લોકો પર અસર હોય તો ધર્મ ગુરુઓની.આપણે ત્યાં નૈતિકતા ના હોય તો ચાલે પણ ધર્મ નો દેખાડો તો હોયજ.આપણે ત્યાં ધર્મ ની સાથે નૈતિકતા જોડએલીજ નથી.કે નથી સ્વચ્છતા જોડેલી.ધાર્મિક લોકો તો જરા પણ નૈતિક હોતા નથી.ખોટું કરો પૈસા કમાવો અને પછી મંદિર માં કે ગુરુ પાછળ કે પછી કોઈ ધાર્મિક ઉત્સવમાં વાપરો એટલે તમારા પાપ ધોવાઇ ગયા.એક ઉદ્યોગપતિ કોઈ ઉત્પાદન કરી,તેને વેચી પૈસા કમાય છે.સાથે સાથે લોકોને રોજી પણ આપે છે.જયારે એક ધર્મગુરુ કશું ઉત્પાદન કર્યા વગર એના વાહિયાત,બકવાસ,અવૈજ્ઞાનિક વિચારો વેચી,લોકો પાસેથી દાન મેળવી,લોકોની મહેનત ની કમાણી માં થી મફતમાં ભાગ પડાવી,લોકોને વધારે ગરીબ બનાવી કરોડો રૂપિયા ભેગા કરી લેછે.મંદિરો ઉપર મંદિરો બનાવી વ્યર્થ પથ્થર માં પૈસા વાપરી લોકોને ગરીબ બનાવે છે.કન્તીકાકા કહે છે કે આપણે પાકિસ્તાન અને ચીન ની દયા પર જીવીએ છીએ.અને બંગલા દેશ પણ ક્યાં ગાંઠે છે?એના માટે તમારી અહિંસા જવાબદાર છે.સર્વાઇવલ્ ના યુદ્ધ માં જે મજબુત અને બળવાન હોય એજ જીતે.આર્યો તો એવા હતા નહિ.આખો પૌરાણિક ઈતિહાસ યુદ્ધો થી ભરેલો છે.તમારા દરેક ભગવાન,અવતાર,દેવીઓ(સિવાય માં સરસ્વતી) દરેકના હાથમાં કાતિલ વેપન્સ છે.અહિંસા એ આપણને ડરપોક બનાવ્યા છે કન્તીકાકા.એટલે આપણે કસાબ ને બીજા ફાસીની સજા પામેલાને ફાંસી આપી શકતા નથી.ચીન,પાકિસ્તાન કે અરે પેલા નાન્લા અમથા બંગલા દેશ ને પણ નાથી શકતા નથી. જયારે,જ્યારે કોઈ ત્રાસવાદી એટેક કરે મુંબઈ ની જેમ તો પ્રથમ આપણા શંકરાચાર્યો,વૈષ્ણવ મહારાજ્શ્રીઓ,મારારીબાપુઓ,પ્રમુખ સ્વામીઓ,દિદિઓ,ગુરુમાઈઓ,બાલ ઠાકારેઓ અને બીજા કોઈ રહી જતા હોય એવા ગુરુઓના હાથમાં બંદુક,તલવાર,લાઠીઓ પકડાવી ને એમની સામે લડવા આગળ કરવા જોઈએ.પછી બીજી હરોળ માં તમામ નેતાઓ,અડવાની ખાસ એમને આગળ કરવા જોઈએ.રામ લડતા હતા,કૃષ્ણ લડતા હતા તો પછી એમના ચેલાઓએ,ભક્તોએ તો ખાસ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ.નહીતો પછી કસાબ ગોળીઓ છોડતો હોય ત્યારે એને વિનંતી કરવાની કે તું ગોળીઓ છોડવાનું બંધ કર નહીતો હું ઉપવાસ પર ઉતરી જઈશ.ગુરુ ગોવિંદસિંહે તલવાર ઉઠાવી એટલે શીખ પ્રજા બહાદુર બની છે.એટલે પાકિસ્તાન ની દયા ઉપર ના જીવવું હોય તો પ્રજાની માનસિકતામાં ડર ની જગ્યાએ હિંમત લાવવી પડે.કારણ નેતાઓ આજ ડરપોક પ્રજામાંથી ચૂંટાઈ ને આવે છે.પછી એ લોકો માં ક્યાંથી હિંમત હોય સામે થવાની.

હિંદુ ધર્મ અહિંસક ક્યારે બન્યો?

હિંદુ ધર્મ અને અહિંસા બાર ગાઉ નું છેટું.આપણો પૌરાણિક ઈતિહાસ યુધ્ધો થી ભરેલો છે.રામાયણ ,મહાભારત અને તમામ પુરાણો યુધ્ધો થી ભરેલા છે.સુર અસુર સંગ્રામો થી ભરેલો છે.ઘણી વાર તો એવું થાય કે આ લોકોને કોઈ કામધંધો જ નથી.વાતવાતમાં યુદ્ધ,અને તે પણ વરસો વરસ ચાલે.આર્યો મધ્ય એશિયા થી આવ્યા,ત્યારે અહી વસેલા દ્રવિડિયન લોકોએ એમની પૂજા કરી થોડું સ્વાગત કર્યું હશે?ઘણા બધા યુદ્ધો લડયા પછી હારીને ઘુસવા દીધા હશે.દેવ દાનવો ના યુદ્ધો એજ હતા.તુર્કમેનિસ્તાન માં રશિયા ના એક મોટા અર્કીયોલોજીસ્ટ ને આના પુરાવા પણ મળ્યા છે.ચાર પૈડા વાળા રથ ને કાર્ટ કહેવાય તેવા રથ પણ મળ્યા છે.આખી વસાહત મળી છે.માઈકલ વુડ નામના હિસ્ટોરિયન ની બી.બી.સી. ની સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી જોવી રહી.૧૦૦૦૦ વર્ષ નો ઈતિહાસ છ કલાક માં સમાવતા એને તકલીફ પડી હતી એવું એ કહે છે.સરાસર યુદ્ધો થી ભરેલો આપણો આ ઈતિહાસ જોતા હિંદુ ધર્મ કઈ રીતે અહિંસક કહેવાય?અને એમાં થોડી કોઈ ગાળ છે?કારણ હવે હિંસક હોવું એ ગાળ જેવું છે.યજ્ઞો માં પશુ ઓનું બલિદાન અપાતું હતું.અશ્વમેઘ યજ્ઞો થતા હતા.અશ્વનું બલિદાન અપાતું હતું.માંસાહાર સામાન્ય હતો.બુદ્ધ ધર્મ આવ્યો અને તેનો ભયંકર પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો,અને હિંસા નો વિરોધ થવા લાગ્યો,ત્યારે હિદુ ધર્મ નું બચવું મુશ્કેલ થયું.હિદુ ધર્મ ને બચાવવા માટે તે સમય ના મહાપૃષોએ શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ,અમારો હિદુ ધર્મ પણ અહિંસા માં માને છે.અમે પણ શાકાહારી છીએ,આતો વેદોના ખોટા અર્થ કરી લોકો યજ્ઞો માં પશુઓના બલિદાન આપે છે.છૂટકો જ નહતો.ભગવાન બુદ્ધ દસ દસ હજાર શિષ્યો નો મોટો કાફલો લઇ ને ફરતા હતા.લોકોને કશું નવું જોઈતું હતું.બુદ્ધમ શરણં ગચ્છામી નો નારો ચારે તરફ ગુંજતો હતો.નો ચોઈસ્,અહિંસક બન્યા વગર.હવે યજ્ઞો માં નાલીએર હોમવા લાગ્યા.પશુઓના માથા ને બદલે નાલીએર દેખાવા માંડ્યા.પશુઓને બદલે કોળા વધેરવાનું શરુ થયું.જૂની ટેવ અને રીવાજ એકદમ તો છૂટે નહિ.ખાલી સ્વરૂપ બદલ્યું.નાલીએર હોમવાનો ને કોળા વધેરવાનું આવ્યું ક્યાંથી?અહીસક બન્યા પણ વધેરવાનું તો ચાલુજ છે.માનસિકતા તો એનીએજ છે.પણ આખો ઈતિહાસ તપાસો.ભગવાન બુદ્ધ ના હાથ માં શું છે?ભગવાન મહાવીર ના હાથ માં શું છે?કદી વિચાર્યું છે?અને આપણા તમામ દેવો,અવતારો,દેવીઓ ના હાથમાં શું છે? વેપન્સ,હથિયારો છે.એક માં સરસ્વતી સિવાય દરેકના હાથમાં હથિયાર,કાતિલ હથિયારો છે.શા માટે?અને એમાં કશું ખોટું પણ શું છે?સર્વાઈવલ ના યુદ્ધ માં લડ્યા વગર કોણ જીવવા દે?જે ફીટ છે,મજબુત છે એનેજ લોકો જીવવા દે.માઈકલ વુડ કહે છે અહિંસા મોસ્ટ ડેન્જરસ આઈડિયા છે.બુદ્ધ નો ધરમ પાળતા ચીન,જાપાન,અને બીજા દેશો ક્યાં યુદ્ધ નથી કરતા?બધા કરેછે.અહિંસા એ ભારતના લોકોને નબળા,કાયર બનાવ્યા.એક નાનકડું ઈઝરાઈલ આજુબાજુ બધાને ડરાવે છે,અને આપણા આવડા મોટા દેશ ને એક નાનું પાકિસ્તાન,અરે બંગલા દેશ કે એક સામાન્ય ત્રાસવાદી ડરાવી જાય છે.પ્રજાને ખોટું શીખવવાનું નેતાઓ અને ધર્મગુરુઓએ બંધ કરવું જોઈએ.મુંબઈ માં એક ત્રાસવાદી ને બહાદુર જમાદાર ખાલી ખુરશીઓ તેની ઉપર ફેકી પોતાનો જીવ આપી ભગાડે અને હજારો લોકો જોઈ ને ભાગવા માંડે અને શું અહિંસા કહેવાય?લ્યાનત છે એવી અહિંસા ઉપર.હજારો લોકો પીઠ બતાવી ભાગે એને બદલે એજ હજારો લોકો ત્રાસવાદી ની સામે દોડે તો?ભારતમાં કોઈ ત્રાસવાદી ફરી પ્રવેશવાની પણ હિંમત ના કરે.

સ્પેસ માં કોઈએ ભીમ ના ફેકેલા હાથી જોયા?

ભારત થી એક સબંધી એન્જીનીઅર આવેલા.તેમની સાથે બ્રીજવોટર માં આવેલ બાલાજી મંદિર જઈ ને પાછા ફરતા કાર માં ચર્ચા ચાલી.તેઓ કહે મહાભારત ના યુદ્ધ પછી કુરુક્ષેત્ર ના મેદાન માં મરેલા હાથી ઓ પડેલા.એટલા બધા હાથીઓના મૃતદેહો નો નિકાલ ક્યાં કરવો એવી સમસ્યા ઉભી થઇ.તો ભીમે બધા હાથીઓને સુંઢ પકડી આકાશ માં ફેકી દીધા તે હજુ પાછા પૃથ્વી પર આવ્યા નથી.પહેલા કદાચ માનવામાં નહતું આવતું પણ હવે વિજ્ઞાન કહેછે કે સ્પેસ માં ગુરુત્વ આકર્ષણ ના હોય તો સ્પેસ માં થી હાથીઓ ક્યાંથી પાછા આવે?મેં કહ્યું સ્પેસ માં ગુરુત્વાકર્ષણ ના હોય તેથી કોઈ વસ્તુ પછી પૃથ્વી પર ના આવે ત વાત સાચી,પણ તમે વિચારો કે પૃથ્વી ના ગુરુત્વા કર્ષણ માં થી સ્પેસ માં જવા માટે કેટલો ફોર્સ જોઈએ?કેટલી સ્પીડ જોઈએ?એક રોકેટ ને કેટલું બધું બળતણ જોઈએ?ત્યારે પૃથ્વી ના ગુરત્વાકર્ષણ માં થી છટકી ને સ્પેસ માં જવાય.એક ગમે તેટલા બળવાન માણસ થી એક હાથી ને ઉચકી સ્પેસ સુધી પહોચી જાય એ રીતે ફેકવાનું શક્ય નથી.થોડું પણ ફીઝીક્સ નું જ્ઞાન હોય તો વિચારો,એટલી બધી સ્પીડ માણસ કઈ રીતે મેળવી શકે?અને તે પણ હાથી જેવા ભારે પ્રાણી ઉચકી ને?ઈમ્પોસીબલ છે.મેં વર્લ્ડ ના સ્ટ્રોંગઇસ્ટ માણસો ની સ્પર્ધા જોઈ છે ટીવી માં.એ લોકો ટ્રક ,નાનકડું પ્લેન પણ ખેચી જાય છે.કદાચ હાથી ને ધક્કો મારી પડી દે કે પછી પાટિયું મૂકી છાતી પર હાથી ને ચલાવે પણ ખરા પણ હાથી તો શું એક નાનકડો પથ્થર પણ સ્પેસ માં ના ફેકી શકે.મેં પોતે પણ નાનપણ માં આવાત સાંભળેલી.અને હજુ પણ લોકો સાચી માને છે આવી બકવાસ વાતોને.આપણે ચમત્કારો ની વાતો ને સાંભળી અભિભૂત થઇ જઈએ છીએ,પણ હકીકત માં આવું શક્ય નથી આવું વિચારતા પણ નથી. ધાર્મિક મહા પુરુષોએ અમે કહીએ તેજ સાચું અમારામાં શંકા કરાવી નહિ,અને શંકા કરોતો પાપ લાગે.લોકો ના બ્રેન વોશ કરી દીધા.કે હજુ પણ એક એન્જીનીઅર એવી વાતો માં માને કે માથું કપાય છતાં ધડ લડે ને ભીમ ના હાથી ની વાત સાંભળી હસવું કે રડવું?

Tuesday, October 6, 2009

અમદાવાદ માં કોઈએ જીભ કાપી માતાજી ને ચડાવી

પ્રથમ તો આવી આવી અંધ શ્રદ્ધાઓ ફેલાવે છે કોણ?ગુરુઓ.ભણેલા ગણેલા લોકોના ગુરુઓ જરા વધારે સોફેસ્ટીકેટેડ,વધારે ચાલક,ભપકાવાળા,હોશિયાર અને ભણેલા હોય છે.જયારે આ ભૂવાઓ,જંતર મંતર કરવાવાળા અભણ લોકોના ગુરુઓ હોય છે.અજ્ઞાત ભવિષ્ય વિશે દરેક ના મનમાં એક ભય,એક ફોબિયા હોય છે.જેનો આ ચાલક ગુરુઓ પુરેપુરો લાભ ઉઠાવે છે.અમારી કૃપા થી,અમે કહીએ તેમ કરો તો જ તમારું સારું થશે.કશું ખોટું થાય તો કર્મ નો નિયમ આગળ કરતા વાર કેટલી?કર્મ તો તમારે ભોગવવું પડે.આ ચક્કર માં બધાજ પડેલા છે.આ ગરીબ ના અચેતન મનમાં આવું ઘુસેલું હસેજ.ભગવાન કે માતાજી કોઈ વ્યક્તિ નથીજ કે થોડા પ્રસાદ કે જીભ ચડાવવાથી પ્રસન્ન થાય.આ ગુરુઓની કથાઓ જ અંધશ્રદ્ધા થી ભરેલી હોય છે.એમાં કશીજ વૈજ્ઞાનિકતા હોતી નથી.જો તમારી અંદર વૈજ્ઞાનિક એપ્રોચ અભિગમ જ ના હોય તો તમારા ઉચ્ચ ભણતર,ડીગ્રી નો કશોજ અર્થ નથી.એક મોટા સંત હમણા ના છાપાઓમાં ખુબ ચગેલા છે,રેડીઓ પરની એમની કથા માં મેં જાતે સાભળેલું કે એક મહાન સંત નું ગળું બાદશાહે કપાવ્યું તો ગળામાંથી એક નસ માંથી દૂધ અને બીજી નસ માંથી લોહી નીકળ્યું,અરે ભૈલા ગળું કપાય તો લોહી જ નીકળે દ્દુધ ના નીકળે પણ સ્ટુપીડ લોકો તાળીઓ પાડે.હવે બીજા એક મોટા કથાકાર ખુબજ પ્રતિષ્ઠા ધરાવતા,એક ટીવી ટોક શો માં હોસ્ટ નો સવાલ કે બાપુ તમે મેટ્રિક માં ત્રણ વાર નાપાસ થયેલા અને ભજનના ચક્કર માં ભણતર બગડ્યું તો બાપુ નો જવાબ ગર્વ થીકે ભણતર ઉપર ભજન ની જીત થઇ,અને સ્ટુપીડ શ્રોતાઓ તાળીઓ પાડવા લાગ્યા.બાળકો પહેલા માબાપ ની નકલ કરેછે,અને સમાજ,લોકો ગુરુઓની વાત માને છે.મોટા માણસોએ એક શબ્દ પણ બોલતા પહેલા વિચારવું પડે જયારે આખો સમાજ એમને પૂજ્ય માની અનુસરવા અંધ બનીને ઉભો હોય.જો બધા ભજન જ કરશે તો ભણશે કોણ?બાપુ તો રોજીરોટી માટે કથા કરે ને એમાં એમની માસ્ટરી હોય,બીજા કાઈ ભજન કરી રોટલા ના રળી શકે.આને તો ખાલી જીભ ચડાવી.અભણ છે બિચારો.પણ ખુબજ ડાહી,પૈસાવાળી,હોશિયાર કહેવાતી કોમ ના ગુરુઓ અમેજ કૃષ્ણ સ્વરૂપ છીએ એવું બ્રેન વોશ કરી,એમને બધુજ અર્પણ કરો એવું ઠસાવી,ભક્તોની સ્ત્રીઓ,દીકરીઓ સુધ્ધાનું સેકસુઅલ શોષણ કરે છેજ, એમના થુન્કેલા પાન પણ ચાટી જાય છે,એમની એંઠી પતરાળી માંથી પ્રસાદ ખાવા પડાપડી કરે છે આને શું કહેશો?આવું તો બધેજ ચાલી રહ્યું છે.આતો જીભ કાપી ને લોહી નીકળ્યું એટલે તમને લાગી આવ્યું ,પેલા ભણેલા લોકો ની સ્ત્રીઓના આત્માનું હનન થાય છે ત્યારે?કેમ કે આની જેમ એ પ્રકાશ માં નથી આવતું.ભવિષ્ય સારું કે ખોટું તમારેજ ભોગવવાનું છે અને એમાંથી રસ્તો પણ તમારેજ કાઢવાનો છે.મહેનત પણ તમારેજ કરવાની છે.એકલા ભારત ની વાત નથી,આખી દુનિયામાં ચાલે છેજ.પણ એનાથી ભારતમાં ચાલે છે એને વ્યાજબી ના ઠરાવાય.આ બધું ક્યારે દુર થાય? એકલા એજ્યુકેશન થી ના દુર થાય.એજ્યુકેશન ની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ,એપ્રોચ આવે તો જ દુર થાય.એને માટે કોઈ પણ મુરખો ગુરુ જયારે,જ્યારે અવૈજ્ઞાનિક વાત કરે,ત્યારે ત્યારે લોકોએ તો ખરોજ પણ મીડિયા અને પ્રેસે પણ સમાજ પ્રત્યે ફરજ સમજી વિરોધ નોધાવી એ મૂરખ ગુરુનો જવાબ માંગવો જોઈએ.

માથા પડે છતાં ધડ લડે

માથા પડે ધડ લડે.માથું કપાયા છતાં ધડ લડતું હોય કોઈ યુદ્ધ માં રાજપુતનું એવું સાંભળ્યા પછી કોઈ પણ રાજપૂત બચ્ચો પોરસાયા વગર ના રહે એ સ્વાભાવિક છે.દરેક રાજપૂત કુલ અને વંશ માં આવી કથાઓ વણાયેલી છે.પણ જરા વિચાર કરો,આખા શરીર નું કંટ્રોલ બ્રેન કરે છે.અને ગુસ્સો કે જુસ્સો પણ બ્રેન માં જ હોય.હવે એ બ્રેન માથામાં હોય અને માથુજ જ્યાં કપાઈ ને દુર પડ્યું હોય તો બ્રેન ના મેસેજ મેળવ્યા વગરનું બાકીનું શરીર કઈ રીતે લડે.વળી માથું કપાવાથી એટલું બધું લોહી વહી જાય કે ધડ એક ડગલું પણ ચાલવા અસમર્થ બને.આવી વાહિયાત અવૈજ્ઞાનિક વાતો કરી ને ભાટ,ચારણોએ એમને ભેટ સોગાદો વધારે મળે એટલે તમે રજપૂતો ખુબ બહાદુર છો એવું બતાવી એમના રોટલા શેકી ખાધા.રાજપૂતોની બહાદુરી વિષે કોઈ શંકા નથી.અને હવે આવી વાતો બનવાની નથી છતાં આ ચર્ચા ફક્ત વૈજ્ઞાનિક અભિગમ કેળવાય માટે જ કરી છે.કારણ એક કાઠીયાવાડ ના એક એન્જીનીયર ઓળખીતા સાથે ચર્ચા ચાલી તો કહે કે એક આવા બનાવ માં ધડ ૧૨ ગાઉ માથું કપાયા પછી ચાલતું લડ્યા કરેલું.મેં દલીલ કરી કે આવું શક્ય નથી. તો કહે કે મનમાં એટલો બધો ગુસ્સો હોય કે આવું થાય.મેં કહ્યું ગુસ્સો તો માથામાં રહેલા બ્રેન માં હોય,હવે એજ દુર પડ્યું હોય તો?મારા પ્રશ્ન નો એમની પાસે કોઈ ઉત્તર ના હતો.

વિદેશી સેક્સ નિષ્ણાતો ના મંતવ્યો ભાડમાં નાખો એવા શ્રી કાંતિ ભટ્ટ ના લેખ ઉપર

આ ચર્ચા ના અનુશનધાન્ માં ભાઈ શ્રી કાંતિ બાટવા નો લેખ વાચવા જેવો જેવો છે.તેઓએ બિલકુલ વૈજ્ઞાનિક ચર્ચા કરી છે.પછી તદ્દન મૂરખા જેવી બાવાઓની ભાષા માં વાત કરતા શ્રી કાંતિ ભટ્ટ સાહેબ નો લેખ વાચવાની તસ્દી નહિ લોતો ચાલશે..એક કાંતિ બાંટવા અને એક મોટા લબ્ધ પ્રતિષ્ટિત ગણાતા કાંતિ ભટ્ટ આ બન્નેનો નો ફરક દેખાય આવશે.શ્રી કાંતિ બાંટવા ને અભિનંદન. ભગવાને દરેક પ્રાણી અને વનસ્પતિ માત્ર માં સેક્સ મુકેલો છે.પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું એ કુદરત નો નિયમ છે.બ્રહ્મચર્ય નો અર્થ બ્રહ્મ માં ચર્યા.સેક્સ ના કરવો એવો અર્થ કોણે ઘુસાડ્યો ખબર નથી.આપણા બધા ઋષિ મુનીઓ પરણેલા હતા.સેક્સ ના કરવો એ વાત જ અકુદરતી અને અવૈજ્ઞાનિક છે.સેક્સ નો અતિ અચાર ના કરવો જોઈએ.અતિ હમેશા નુકશાન કારક છે.પશ્ચિમ ના સેક્સ અતીઅચાર ને વખોડવો યોગ્ય બાબત છે.પણ કાંતિ ભટ્ટ જેવા લેખકો આવી મુર્ખ વાતો કરશે તે જાની દુખ થાય છે.જે લોકોના નામ ગણાવ્યા છે,એમના બેડરૂમ માં રાતે કોણ જોવા ગયું હતું?એ લોકોએ કીધું ને આપણે માની લીધું.જે લોકો સમાધિના આનંદ માં સદાય રત છે,એવા સ્વામી વિવેકાનંદ જેવા યોગી પુરુષોને સેક્સ ના આનંદ ની જરૂર નથી.સૌથી વધારે સેક્સ ને ગાળો દેવાવાળા ભારત દેશ માં સૌથી વધારે વસ્તી છે.કદાચ દંડી સ્વામીઓના મંત્રો થી બધા પેદા થતા હશે.તમારા જીન્સ માં સેક્સ મુકેલો છે,એ ક્યારે પણ દુર થવાનો નથી.ચહેરાના નુર ઘટી જાય તેવી મૂર્ખી બાવાઓની ભાષા માં કાંતિ ભટ્ટ વાતો કરવા લાગ્યા.ગાંધીજીએ પણ ઘણા પ્રયોગો કર્યાં પછી પ્રમાણીકતાથી કબુલ કરેલું કે દિવસે મેં કામ ને જીત્યો પણ રાતે ૭૦ વરસે પણ સ્વપ્નદોષ થાય છે.આ બધું છાપાઓમાં જ વાચેલું છે.સેક્સ ના કરવાથી મનમાં ગુસ્સો ભરાય,અગ્રેસીવ થવાય તેનો લાભ ખેલાડીને મળે એ કદાચ સાચું હશે.પણ સેક્સ ના કરવાના જે લાભો ગણાવ્યા છે એ બધું તુત જ છે.પશ્ચિમ માં જે થાય છે તે તેના અતિ ઉપયોગ થી થાય છે.એના માટે નોર્મલ સેક્સ જવાબદાર નથી.ભગવાને કુદરતે જે વસ્તુ તમારામાં મૂકી છે એને ગાળો દઈ ને તમે તો ભગવાન અને કુદરત થી પણ મોટા થઇ ગયા.તો પછી ભગવાન શિવાજી ના લિંગ(મેલ જેનેટલ) ની પૂજા કરવા શું કામ જાઓ છો.જલાધારી(ફીમેલ જેનેટલ)માં પાણી રેડી પૂજા શું કામ કરો છો?મહાન કામસૂત્ર ગ્રંથની રચના કરનારના દેશ માં મુર્ખાઓ કેવી ગાંડી વાતો ફેલાવે છે.શિવાજી સંહાર ના દેવ અને એમના લિંગ એટલે સર્જન નું પ્રતિક એની પૂજા એટલે નોર્મલ સેક્સ નું બહુમાન.સંહાર પછી સર્જન,જન્મ પછી મૃત્યુ.આવી વૈજ્ઞાનિક વિચારધારાવાળા દેશ માં આવી વાતો?મારો આ ફીડબેક કાંતિ ભટ્ટ જેવા વિદ્વાને વાંચવો જરૂરી છે.આ તમારા બાવાઓની વાતો તો સાંભળો,અહી તપ કરશે,બ્રહ્મચર્ય પાળશે કેમ કે સ્વર્ગ માં કદી ઘરડી ના થતી ૧૬ વરસની અપ્સરાઓ ભોગવવા મળે. એમના બ્રહ્મચર્ય ના ફાયદા વાચો તો પરણેલો માણસ તો બે ચાર વરસ મજ મરી જવો જોઈએ.ઉલટાનું એ વાંઢા ઓ વહેલા મરી જાય છે.કાંતિ ભટ્ટ ને બાપુ કે સંત કે દંડી સ્વામી બનાવાનો રોગ લાગ્યો કે શું?આ બાવાઓની ચુન્ગલ માં થી પ્રજાને છોડાવવાને બદલે આતો એમના પડખામાં ભરાયા હોય એવું લાગેછે.આવી મૂર્ખી વાતો કરીને પ્રજાની કુસેવાકરવી એના કરતા તો લખવાનું બંધ કરવું સારું.આ દેશ નું નુકશાન કહેવાતા દંભી ગુરુઓ(દયાનંદ સરસ્વતી કે સ્વામી વિવેકાનંદ જેવા સાચા સંતો ને બાદ કરીએ) એ કર્યું છે એટલું તો અંગ્રેજોએ પણ નથી કર્યું.એક છોડ પર ફૂલ આવે અને ફળ બેસે એ પણ સેક્સ જ છે.હમણા પેલા બોલીવુડ ના અભિનેત્રી ના સ્તન પર કોઈએ ભીડ નો લાભ લઇ હાથ ફેરવી લીધો.આ હશે બ્રહ્મચર્ય ના ફાયદા.હજારો વર્ષ થી ગાળો ખાતા સપ્રેસ્ડ સેક્સ થી ભારતીઓની માનસિકતા આવી રુગ્ણ થઇ ગયી છે એનું આ બાવાઓને ભાન છે ખરું?બ્રહ્મચર્યના રખેવાળોની સી.ડી.ઓ કે કેસેટો બઝાર માં શું કામ ફરે છે?શ્રી કાંતિ ભટ્ટે એમની પેન ચૂલામાં નાખી દેવા જેવી છે.

મોરારી બાપુના ૬૪ માં જન્મ દિવસ ઉપર

પ્રથમ તો બાપુ ને જન્મદિવસ પર હાર્દિક વધાઈ.સુગર બહુ ખવાય જાય તો ડાયાબીટીસ થઇ જાય.એટલે થોડી કડવી દવા.બાપુ એક નાનું બાળક જન્મ્યા પછી બધું શીખે છે,માં બાપ પાસેથી,આજુબાજુ નાં માહોલ,ઘરના વાતાવરણ,સંસ્કારો,સમાજ ના રીવાજો બધાની એની ઉપર અસર પડે છે.એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે.એ જુએ છે,ચાખે છે,સાંભળે છે,નકલ કરે છે અને એરીતે એનું ઘડતર થાય છે.દેશ ના રાજા,મહાન નેતાઓ,મોટા સ્થાપિત ધર્મગુરુ ઓ ના અચાર વિચાર,વાણી,વર્તન,ઉપદેશો થી દેશ નું,પ્રજાનું,સમાજનું ઘડતર થાય છે.યથા રાજા તથા પ્રજા,પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે.એક નાનો માણસ ભૂલ કરે છે,ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી,અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે.જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ,આખા દેશ ને ભોગવવા પડે છે.ભારતના ભાગલા પડ્યા,નેહરુની સત્તા લાલસા,વલ્લભભાઈ નું સ્વમાન,ઝીણા નો અહં,ગાંધીજી ની ઢીલાસ અંગેર્જો ની લુચ્ચાઈ,ભોગવ્યું કોણે?પ્રજાએ.૧૦ લાખ માણસો માર્યા ગયા.કેટલાય કુટુંબો રઝળી ગયા.મોટા માણસોએ એક વાક્ય પણ બોલતા વિચારવું પડે .આખો સમાજ તમારું અનુકરણ જયારે તમને પૂજ્ય માની કરવા ઉભો હોય ત્યારે.બાપુ તમને નથી લાગતું કે હવે શ્રી રામજીની કથાઓ નવા પરિક્ષેપ્ માં કહેવાવી જોઈએ?વાલી નો વધ,તપ કરતા શુદ્ર નો વધ,અગ્નિપરિક્ષા,સીતાજી નું વનમાં મોકલવું.કદાચ એમને યોગ્ય લાગ્યું હશે.ધોબી ભાઈ ને ઠપકો આપી સજા કરી,આખા સમાજ ઉપર સારો દાખલો બેસાડી શકાયો હોત.અગ્નિપરિક્ષા નાં લઇ ને ભવિષ્ય ની ભારતવર્ષ ની તમામ સ્ત્રીઓને હઝારો વરસો થી લેવાતી અગ્નિપરિક્ષાઓ થી બચાવી શકાયી હોત.પણ એ હવે થઇ ચુક્યું છે તો ફરી એ ભૂલો ના થાય એવી રીતે કથાઓ ના કરી શકાય? માનનીય લેખિકા શ્રી વર્ષા અડલજા એક લેખ માં પુછાતા હતા કે ક્યાં સુધી ભારત માં સ્ત્રીઓ ની અગ્નિપરિક્ષા લેવાતી રહેશે?જ્યાં સુધી મહામાનવ રામજી ની કથાઓ નવા રૂપે નાં કહેવાતી થાય ત્યાં સુધી.પોતાની પ્રિય પત્ની ને પેટમાં ટ્વીન્સ હોય અને વાલ્મીકીજી ને કદાચ ગાયનેક નું જ્ઞાન ના પણ હોય એમના ભરોસે ત્યજી દેવા મને ઈતિહાસ નો સૌથી ખરાબ દાખલો લાગે છે.છેવટે બધા દુખી થયા.સીતાજી પ્રત્યે રામજી નો અપાર પ્રેમ હતો,પણ સીતાજી ને પણ સ્વમાન હતું.ધરતીમાં સમાય જવું,સરયું માં રામજી ની જળ સમાધિ આ બધા રૂપાળા શબ્દો છે.બધાએ જીવ ખોયા.પ્રેમ નું મહાકાવ્ય અને શોક નું મહાકાવ્ય,નવી રીતે મૂલવવાનો સમય હવે હોવો જોઈએ.