Pages

Saturday, January 23, 2010

પીંડારી,લુંટારા વીર મુવી પછી હીરો બનવાના,સાચી હકીકત જાણો,અહી

પીંડારી,લુંટારા વીર મુવી પછી હીરો બનવાના,સાચી હકીકત જાણો,અહી


http://brsinh.wordpress.com/

Friday, January 22, 2010

The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..

અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ ,,,,,,,,,,,,,,,,,,,,તમે અત્યારના કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રી ને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા?ના બરોબર ને?ભગવાન શ્રી કૃષ્ણ ને ભારતના અધ્યાત્મીક્જગત ના મહાગુરુ કહી શકાય.એમણે હથિયાર ઉપાડેલા.ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી.અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી.પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં,જેમણે એમના ૪૨ વર્ષ ના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા.અને એક આખી કોમ ને બહાદુર બનાવી દીધી.આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન.ડીસેમ્બર ૨૨,૧૬૬૬ ના દિવસે પટના માં જન્મેલા ગોવિંદરાય,શીખ ધર્મ ના નવમાં ગુરુ તેગબહાદુર ના પુત્ર હતા.પાંચ વર્ષ સુધી પટના માં નાનપણ માંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાય ને પટના ના રાજા અને રાણી પણ ખુબ માન આપતા.રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.


*ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિક ના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતું.ગોવીન્દરાય પંજાબી,હિન્દી,વ્રજ,સંસ્કૃત,પર્શિયન અને અરબી આટલી ભાષાઓ ના નિષ્ણાત હતા.પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા.કોઈ રાજ ઘરાના ના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારી ની તમામ તાલીમ લીધેલી.એ વખતે દિલ્હી માં ઔરંગઝેબ નું રાજ્ય હતું ને,હિંદુ મુસ્લિમ ના કાયદા અલગ હતા.લગભગ હિંદુ ઓના હિત ના કોઈ કાયદા જ નહતા.એટલે થોડા કાશ્મીરી પંડિતો નું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું,ને ઔરંગઝેબ ને સમજાવવા જવા માટે તૈયાર કર્યા.ઔરંગઝેબ દ્વારા તેગબહાદુર ને કેદ કરવામાં આવ્યા,ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું.ગુરુ ના માન્યાં.૧૧ નવે,૧૬૭૫ ના દિવસે ગુરુ તેગ બહાદુર નો શિરચ્છેદ કરવામાં આવ્યો.અને ચાંદની ચોક માં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવા માં આવ્યું.પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા.દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોત ના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા.આ બાજુ ગોવિંદરાય ને દસમાં ગુરુ જાહેર કરાયા.હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ સારા કવિ પણ હતા.પ્રેમ,વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબત ના ઘણા કાવ્યો રચેલા.એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ) ની સ્થાપના કરી.એમના સૈન્ય માં પઠાણ સૈનિકો પણ કામ કરતા.

*સતત ભાગદોડ,અને યુદ્ધો ગુરુ ને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવ ના અનુયાયી ઓ થી મેળ નહિ પડે.કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તન નો સમય આવી ચુક્યો છે.ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય.ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું.એક નાના ટેન્ટ માં બધા ભેગા થયા.ગુરુએ પૂછ્યું

*હું કોણ છું તમારા માટે? જવાબ મળ્યો,અમારા ગુરુ.

*તમે કોણ છો? જવાબ મળ્યો,અમે તમારા શીખ છીએ.

*ગુરુ એમના શીખો પાસે થી કશું ક ઈચ્છે છે,જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.

*ગુરુ એ કમર માંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે?મારે માથું જોઈએ.કોઈ જવાબ નહિ.એક વાર,બેવાર કોઈ જવાબ નહિ.ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા.ગુરુ એમને અંદર લઇ ગયા.અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું,ને લોહી થી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા.હજુ બલિદાન જોઈએ,સભા માંથી ધરમદાસ ઉભા થયા.ગુરુ અંદર લઇ ગયા.પાછા લોહી થી ખરડાએલી તલવાર લઇ બહાર આવ્યા.હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી.એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા.થોડીવાર પછી પાંચેય અનુયાયી ઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા.જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે,ખાલસા પંથ ના પ્રથમ દિક્ષિતો.અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથ ની સ્થાપના કરી.ખાલસા એટલે પ્યોર શુદ્ધ.ખાલસા પંથ ના પહેલા પાચ દિક્ષિતો હતા,(૧)દયારામ (દયાસિંહ)(૨)ધરમદાસ(ધરમસિંહ)(૩)હિંમતરાય(હિંમતસિંહ)(૪)મોહ્કમચંદ(મોહકમસિંહ)(૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખ ના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે.રામ,દાસ,ચંદ,રાય આ બધા હવે સિંહ બન્યા.આ હતું એક વૈશ્ય જેવી કોમ નું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન.અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમ ને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાય માંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.

*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે.સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની.અને સ્ત્રીઓના નામ ની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું,આજથી બધાજ શીખ એકજ કોમ ના નાતજાત કશુજ નહિ.કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ.આખી વર્ણ વ્યવસ્થા એકજ ઝાટકે દુર.કોઈ હિંદુ કે મુસલમાન ધર્મ ના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ.શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું.ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના.સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ,સતી થવાનો રીવાજ બંધ,બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ,એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ,ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું.ધુમ્રપાન બંધ,નાતજાત,રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદો ની સેવા અને રક્ષા.તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું,દરેક શીખે પાચ ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના.હાથમાં કડું પહેરવાનું,કડું એ એકજ ભગવાન,યુનિવર્સલ ગોડ નું પ્રતિક છે.હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની.કોઈ અંધવિશ્વાસ માં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તન માં વિશ્વાસ રાખવાનો,મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય.

* એક નરમ ગણાતી કોમ ને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી.ઔરંગઝેબ ને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું,એણે ગુરુ જોડે મૈત્રી ના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા,ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબ નો દેહાંત થયોછે.૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીર નો ખિતાબ આપ્યો.સરહિન્દ ના નવાબ વઝીરખાન ને આ મૈત્રી ખટકી,એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા,જમશેદ ખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુ ના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદ ખાને વાર કર્યો,ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો.વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો.સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા,પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે.ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ,ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ.મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો,૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ ના દિવસે મહારાષ્ટ્ર ના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.

*ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓ નું મહત્વ સમજતા હતા,માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા.ગુરુ ને ખબર હતી પાછળ ની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય,એટલે ગુરુપ્રથાજ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી,કેટલી દૂરદર્શિતા.આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુ ના લશ્કર માં મુસલમાન સૈનિકો કામ કરતા હતા,ગુરુ માટે લડતા હતા.ગુરુ જરાય કોમવાદી ના હતા.આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે.અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા.આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.

*આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસ ની ફક્ત વસ્તુ સમજે છે.નથી જરૂર પોતાને હિંદુ ધર્મ ના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની,પરિષદ કે સંઘ ની.નથી જરૂર તુલસીદાસ ની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની.નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી,સ્કુલ કોલેજ ને ધર્મના,પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની.નથી જરૂર નાના બાળકોને ધર્મ ના રવાડે ચડાવી બચપણ માં અકુદરતી બ્રહ્મચર્ય ના પાઠ ભણાવતા,દિક્ષા આપી દેતા મહાત્માઓની.

*ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહ ની,જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં,તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં.વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god),વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god).આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધ માંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..

શું ભગવાન ઊંઘે છે?ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ

*ભગવાન કદી ઉંઘે ખરો?ભગવાન ઉંઘે તો જગત ચાલે ખરું?શું ભગવાન કોઈ વ્યક્તિ છે?માણસે ભગવાન વિષે કલ્પના કરી સુંદર માણસ જેવા ભગવાન બનાવી દીધા.જરા વધારે સુંદર ,વધારે બળવાન.માણસ જે જે નકરી શકે,શારીરિક મર્યાદા ના લીધે કે બીજા કોઈ કારણ સર એ બધું આ કાલ્પનિક ભગવાન જોડે કરાવી લે.માનો કોઈ પશુ ને કુદરતે બ્રેન આપ્યું હોત અને એ એના ભગવાન ની કલ્પના કરે તો?ભગવાન ઘાસ ચરવા જાય.વાગોળે,અને ?કોઈ સિંહ ને બુદ્ધી આવી જાય ને ભગવાન ની રચના કરેતો?ડબલ સાઈઝ નો સિંહ હોય,ને હાથી એને ભગાડી મુકે છે એવું આ સિંહ ભગવાન આગળ ના થાય.બસ હવે વધારે કલ્પના નથી કરવા જેવી ખરુંને!સારું છે કે ગધેડા ને આવો વિચાર ના આવે.


*ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.

*નિરંજન ,નિરાકાર ભગવાન માં આકાર આવ્યો ક્યાંથી?એક બાળક નાના ઢીંગલા ઢીંગલી ને રમાડે,નવરાવે,ખવડાવે,ઊંઘાડે,ઉઠાડે,મારે પણ ખરા.તો પછી મોટા ક્યારે થવાનું?બાળક તો ઉંમર થાય એટલે બધું ભૂલી જાય કે આતો નાનપણ ની વાતો હવે ભૂલી જવાનું.પણ આતો મોટા જ ના થાય.મોટા થયા પછી બુદ્ધી બાળક બની જાય.જોકે ઉંમર ને અને બુદ્ધી ને શું લાગે વળગે?આમેય ઘડપણ માં બુદ્ધી તો નાસવાની જ છે ને,સાઠે બુદ્ધી નાઠે,આજરા વહેલી નાઠે.પણ હતીજ ક્યાં તે નાઠે?પણ તમને પુખ્ત થવા દે તો એમનો ધંધો કઈ રીતે ચાલે?ના સમજ્યા?ગુરુઓનો ધંધો,આપણામાં બુદ્ધી હોય તો લાઈન માં ને ભીડ માં મરવા શું કામ જઈએ?

*બધા કહેશે આપણો ધર્મ વૈદિક ધર્મ,અમે વૈદિક ધર્મ નો ડંકો દુનિયા માં વગાડીએ છીએ.એક વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓનું મોઢું પણ નજોઈએ,નર્ક માં જવાય.અને બીજો વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓ જોડે જલસા કરવાના.અરે અમે જ તો કૃષ્ણ છીએ,મુરખો બધું કૃષ્ણ(અમને) ને અર્પણ કરી ને ખાવ કે વાપરો,એમાં તમારી સ્ત્રીઓ પણ આવી ગયી.અરે ભૂલ્યા દીકરીઓ પણ આવી ગઈ.એકજ ગુરુ ના બે ચેલા ,એક સ્ત્રીનું મોઢું ના જુવે ,બીજો સ્ત્રીઓને દીક્ષા આપે.ગુરુ ને કોણ પૂછે છે?ગુરુ પણ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત જ ના માનતા હોય.ધર્મ શેના?ભૂલ્યો આ તો બધા વાડાઓ.પેલા કુવાના દેડકાની કવિતા કે વાર્તા હમણાતો વાંચી હતી.

*ચાલો બહુ ભોળા થવું એને ગામડાં માં મૂરખા કહે છે.અને ભોળા થવું પણ ભોટ ના થવું,એવું પણ ડાહ્યા લોકો કહે છે.તો ધોરાજી માં મંદિર ની ભીડ માં માર્યા ગયેલા બહુ ભોળા આત્માઓ ને પ્રભુ શાંતિ અર્પે,એવી ર્હદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ અને એમના બહુ ભોળા સબંધીઓને પ્રભુ સદબુદ્ધી અર્પે.ફરી જરા વધારે ભોળા ના બને એવી આશા રાખીએ.

જીવ ને બહુ ચચરે છે,આવું બધું લખતા.આંખમાં આંશુ સાથે ગુસ્સો તો એવો આવે છે કે અલ્યા ક્યાં ગઈ મારી તલવાર?મૂળ રાજપૂત નું લોહી ને.

તો વળી અમારો જુનો સાથી કચરો દોડતો આવ્યો,કહે બાપુ કાલે જ માળિયા માં ચડ્યો હતો બધું સાફ કરવા તો તલવાર હાથ માં આવી ,બાપુ બહુ કાટ ચડી ગયો છે.મેં કહ્યું એવું છે?હા હવે શું થાય વસ્તુ વપરાય ના તો કાટ જ ચડેને?સારું તો હવે લાવ કલમ.