Pages

Wednesday, October 7, 2009

હિંદુ ધર્મ અહિંસક ક્યારે બન્યો?

હિંદુ ધર્મ અને અહિંસા બાર ગાઉ નું છેટું.આપણો પૌરાણિક ઈતિહાસ યુધ્ધો થી ભરેલો છે.રામાયણ ,મહાભારત અને તમામ પુરાણો યુધ્ધો થી ભરેલા છે.સુર અસુર સંગ્રામો થી ભરેલો છે.ઘણી વાર તો એવું થાય કે આ લોકોને કોઈ કામધંધો જ નથી.વાતવાતમાં યુદ્ધ,અને તે પણ વરસો વરસ ચાલે.આર્યો મધ્ય એશિયા થી આવ્યા,ત્યારે અહી વસેલા દ્રવિડિયન લોકોએ એમની પૂજા કરી થોડું સ્વાગત કર્યું હશે?ઘણા બધા યુદ્ધો લડયા પછી હારીને ઘુસવા દીધા હશે.દેવ દાનવો ના યુદ્ધો એજ હતા.તુર્કમેનિસ્તાન માં રશિયા ના એક મોટા અર્કીયોલોજીસ્ટ ને આના પુરાવા પણ મળ્યા છે.ચાર પૈડા વાળા રથ ને કાર્ટ કહેવાય તેવા રથ પણ મળ્યા છે.આખી વસાહત મળી છે.માઈકલ વુડ નામના હિસ્ટોરિયન ની બી.બી.સી. ની સ્ટોરી ઓફ ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી જોવી રહી.૧૦૦૦૦ વર્ષ નો ઈતિહાસ છ કલાક માં સમાવતા એને તકલીફ પડી હતી એવું એ કહે છે.સરાસર યુદ્ધો થી ભરેલો આપણો આ ઈતિહાસ જોતા હિંદુ ધર્મ કઈ રીતે અહિંસક કહેવાય?અને એમાં થોડી કોઈ ગાળ છે?કારણ હવે હિંસક હોવું એ ગાળ જેવું છે.યજ્ઞો માં પશુ ઓનું બલિદાન અપાતું હતું.અશ્વમેઘ યજ્ઞો થતા હતા.અશ્વનું બલિદાન અપાતું હતું.માંસાહાર સામાન્ય હતો.બુદ્ધ ધર્મ આવ્યો અને તેનો ભયંકર પ્રચાર અને પ્રસાર થવા લાગ્યો,અને હિંસા નો વિરોધ થવા લાગ્યો,ત્યારે હિદુ ધર્મ નું બચવું મુશ્કેલ થયું.હિદુ ધર્મ ને બચાવવા માટે તે સમય ના મહાપૃષોએ શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ,અમારો હિદુ ધર્મ પણ અહિંસા માં માને છે.અમે પણ શાકાહારી છીએ,આતો વેદોના ખોટા અર્થ કરી લોકો યજ્ઞો માં પશુઓના બલિદાન આપે છે.છૂટકો જ નહતો.ભગવાન બુદ્ધ દસ દસ હજાર શિષ્યો નો મોટો કાફલો લઇ ને ફરતા હતા.લોકોને કશું નવું જોઈતું હતું.બુદ્ધમ શરણં ગચ્છામી નો નારો ચારે તરફ ગુંજતો હતો.નો ચોઈસ્,અહિંસક બન્યા વગર.હવે યજ્ઞો માં નાલીએર હોમવા લાગ્યા.પશુઓના માથા ને બદલે નાલીએર દેખાવા માંડ્યા.પશુઓને બદલે કોળા વધેરવાનું શરુ થયું.જૂની ટેવ અને રીવાજ એકદમ તો છૂટે નહિ.ખાલી સ્વરૂપ બદલ્યું.નાલીએર હોમવાનો ને કોળા વધેરવાનું આવ્યું ક્યાંથી?અહીસક બન્યા પણ વધેરવાનું તો ચાલુજ છે.માનસિકતા તો એનીએજ છે.પણ આખો ઈતિહાસ તપાસો.ભગવાન બુદ્ધ ના હાથ માં શું છે?ભગવાન મહાવીર ના હાથ માં શું છે?કદી વિચાર્યું છે?અને આપણા તમામ દેવો,અવતારો,દેવીઓ ના હાથમાં શું છે? વેપન્સ,હથિયારો છે.એક માં સરસ્વતી સિવાય દરેકના હાથમાં હથિયાર,કાતિલ હથિયારો છે.શા માટે?અને એમાં કશું ખોટું પણ શું છે?સર્વાઈવલ ના યુદ્ધ માં લડ્યા વગર કોણ જીવવા દે?જે ફીટ છે,મજબુત છે એનેજ લોકો જીવવા દે.માઈકલ વુડ કહે છે અહિંસા મોસ્ટ ડેન્જરસ આઈડિયા છે.બુદ્ધ નો ધરમ પાળતા ચીન,જાપાન,અને બીજા દેશો ક્યાં યુદ્ધ નથી કરતા?બધા કરેછે.અહિંસા એ ભારતના લોકોને નબળા,કાયર બનાવ્યા.એક નાનકડું ઈઝરાઈલ આજુબાજુ બધાને ડરાવે છે,અને આપણા આવડા મોટા દેશ ને એક નાનું પાકિસ્તાન,અરે બંગલા દેશ કે એક સામાન્ય ત્રાસવાદી ડરાવી જાય છે.પ્રજાને ખોટું શીખવવાનું નેતાઓ અને ધર્મગુરુઓએ બંધ કરવું જોઈએ.મુંબઈ માં એક ત્રાસવાદી ને બહાદુર જમાદાર ખાલી ખુરશીઓ તેની ઉપર ફેકી પોતાનો જીવ આપી ભગાડે અને હજારો લોકો જોઈ ને ભાગવા માંડે અને શું અહિંસા કહેવાય?લ્યાનત છે એવી અહિંસા ઉપર.હજારો લોકો પીઠ બતાવી ભાગે એને બદલે એજ હજારો લોકો ત્રાસવાદી ની સામે દોડે તો?ભારતમાં કોઈ ત્રાસવાદી ફરી પ્રવેશવાની પણ હિંમત ના કરે.

No comments:

Post a Comment