હવે લાગે છે મારા વિષે થોડું વધારે જણાવું. પિતા શ્રીરતનસિંહજી વકીલ હતા, દાદા શ્રીમોતીસિંહજી જુના કડાણા સ્ટેટના દીવાનસાહેબ હતા. મૂળ અમે ગુજરાતના પ્રથમ વ્યવસ્થિત રાજા વનરાજ ચાવડાનાં સીધા જ વંશજો. અમારું માણસા ગામ ત્રીજા વર્ગનું રાજ્ય. ત્રણસો વર્ષ પહેલા વડવાઓ રોયલ વંશમાંથી, મોટાને ગાદી મળે બીજા બાજુ પર નવી કેડી કંડારે એ રીવાજે બાજુ પર ખસી ગયેલા. ૧૮૫૭ની આસપાસ ખંડેરાવ ગાયકવાડના લશ્કરે માણસા ઉપર હુમલો કરેલો પણ માણસાના રજપૂતોએ બહાદુરીથી લડીને એની આણ સ્વીકારેલી નહિ. પિતા વિજાપુરની લાયબ્રેરીના પ્રમુખ પણ હતા. એટલે નાનપણથી વાંચવાનો શોખ વારસામાં મળેલો. પિતા થીઓસોફીસ્ટ અને ખુબ વાચે. મને પણ લગની લાગેલી વાચવાની. ૧૯૫૭ની પહેલી જાન્યુઆરીએ જન્મ(ન્યુ ઈઅર બેબી)વિજાપુરમાં, દસ ધોરણ સુધી વિજાપુરમાં જ ભણ્યો. ધૂમકેતુ, મુનશી, પન્નાલાલ, પેટલીકર, ર.વ.દેસાઈ, મેઘાણી અને બીજા અનેક લેખકોને વાંચી નાખેલા. કવિતાઓ વાચવાની ઓછી ફાવે. પાંચ થી દસ ધોરણ સુધીમાં જેટલું વાંચ્યું હશે એટલું ફરી નહિ વાંચ્યું હોય. ક.માં.મુનશી અને ધૂમકેતુ પ્રિય લેખકો. પછી કોમર્સમાં ભણ્યો મહારાજા સયાજીરાવ યુની, બરોડામાં. બરોડા પ્રિય સીટી. ૧૯૮૨ લગ્ન, ત્રણ દીકરા, માણસામાં થોડી ખેતી કરી અને પાછો વડોદરે સ્થાયી થયો. શ્વસુરે મુકેલી ફાઈલ પર ૨૦૦૫માં આવ્યો અમેરિકા..અમે ચાર ભાઈઓ અને એક બહેન. ચાર ભાઈઓના કુટુંબમાં મારા સિવાય, બે વૈજ્ઞાનિક, બે એમ.બી.એ., ત્રણ પી.એચ.ડી., ત્રણ એન્જીનીયર, એક સ્કુલના પ્રીસીપાલ, બે પ્રોફેસર…
અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખવાનું ગમે છે. સત્ય કડવું હોય છે. એમાં સુગર નાખવાનો પ્રયત્ન કરી કરીને કેટલો કરાય? આપણે કોઈની ધાર્મિક લાગણી દુભાવવી નથી. પણ એમજ કોઈની ધાર્મિક લાગણી દુભાઈ ના જાય એવું વિચારી સત્ય લખવાથી શું ડરવું? સાયકોલોજી અને ઈવોલ્યુશનરિ સાયકોલોજી અને માનવ સ્વભાવના જટિલ કોયડાઓ વિષે અભ્યાસ કરીને લખીને અહીં મૂકવાનું શરુ કર્યું છે. આશા છે કે મિત્રોને ગમશે. મારા વિષે મારા કરતા મારા લખાણો વધારે કહેશે.
અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ લખવાનું ગમે છે. સત્ય કડવું હોય છે. એમાં સુગર નાખવાનો પ્રયત્ન કરી કરીને કેટલો કરાય? આપણે કોઈની ધાર્મિક લાગણી દુભાવવી નથી. પણ એમજ કોઈની ધાર્મિક લાગણી દુભાઈ ના જાય એવું વિચારી સત્ય લખવાથી શું ડરવું? સાયકોલોજી અને ઈવોલ્યુશનરિ સાયકોલોજી અને માનવ સ્વભાવના જટિલ કોયડાઓ વિષે અભ્યાસ કરીને લખીને અહીં મૂકવાનું શરુ કર્યું છે. આશા છે કે મિત્રોને ગમશે. મારા વિષે મારા કરતા મારા લખાણો વધારે કહેશે.
પાંચમાથી દસમા ધોરણ સુધીમાં મારે પણ સૌથી વધુ વંચાયું છે ! આ ગાળો સાચ્ચે જ મજાનો હોય છે. મેટ્રીકમાં આવ્યા ત્યારે થોકબંધ પુસ્તકો સંસ્થામાં આવેલા પણ મેટ્રીકવાળાને વાંચવાની મનાઈ હતી ! લોકભારતીમાં એ વાસના સંતોષાઈ.
ReplyDeleteતમારી પેઢીનો વારસો તમારામાં ઝળહળે છે. એ ઝળહળાટ ક્યારેક દઝાડે તોય ગનીમત છે. कार्येषु अने फलेषु તમને શુભેચ્છાઓ.
વાહ વાહ સાહેબ....કિશોરભાઈ અને raol સાહબ,મને તો વાંચવાનો મોકો નહોતો મળ્યો.ભણવાની બુક્સ જ મંદ લેવાતી હહાહા..પણ હા એનો પણ ફાયદો ઘણો થયો,પોકેટમની બચાવી બચાવી ને મંદ મંદ લીધેલી બૂક ને સાચવી સાચવી ને ૫-૫ વાર વાંચી નાખેલી...:)
ReplyDeleteઆજ ની વાત અલગ છે ૨૫૦૦ બૂકનું સુંદર પુસ્તકાલય બનાવ્યું છે ...અને રોજે સ્વર્ગ મહેસુસ થાય છે ..અને પોકેટમની માંથી લીધેલી બૂક ની કિંમત તો આજે પણ ખાસ જ છે .....પણ હા......raol સાહેબ.. મેં આપના લેખ વાંચ્યા ...અને લાગ્યું કે કદાચ ક્યાંક આપડું મન એકબીજા સાથે સંકળાયેલું છે..(આમેય આપડે બેવું માનવ ખરા ને ..!!!!)
huanesecret.blogspot.in
દરબાર સાહેબ! આ બ્લૉગને આમ કેમ છોડી દીધો? આપ પાસેથી અજાણી વાતોનો મોટો ખજાનો મળી શકે તેમ હતો. આપે લેખનપ્રવૃત્તિ અટકાવી દીધી તે કેવા દુ:ખની વાત!
ReplyDeleteમારી આપને નમ્ર અપીલ છે કે આપ આ બ્લૉગને તેમજ આપની લેખનપ્રવૃતિને પુન:જીવિત કરો!
આપ પાસે પરિવાર વ્યવસ્થાથી માંડીને રાજ વ્યવસ્થા સુધીની, રજવાડી સંસ્કૃતિની, તેહજીબની કેવી કેવી કથાઓ હશે! આપ પુન: સક્રિય થાઓ તેવી મારી અંગત વિનંતી...
ReplyDeleteહરીશ દવે