*એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.
, * કુદરત ના કેટલાક સામાન્ય નિયમો માં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ પણ મહત્વ ની છે.સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ ની સાથે સ્ટ્રગલ ફોર એકઝીસસ્ટન્સ પણ એટલુજ જરૂરી છે.૪૦ વર્ષ પહેલા બે કાઠી દરબારોને શાળા માં શિક્ષક તરકે જોઈ ને શ્રી યશવંત ઠક્કર સાહેબ ને નવાઈ લાગેલી.કારણ કે કાઠી દરબારો ને એમણે ફક્ત ઘોડા ખેલવતા અને એકાદ હથિયાર સમેત જ જોએલા.હવે જાગીરી તો ગઈ.ભારત આઝાદ થયું ને બધું એકદમ બદલાઈ ગયું.રાજ ગયા,ગામ ગિરાસ પણ ગયા.અસ્તિત્વ ટકાવવું હોય તો કશું બીજું વિચારવું જ પડે.નહીતો પછી ગયા.કુદરત તો કોઈને છોડતી જ નથી.ના તો હવે પહેલા ના જેવી વર્ણ વ્યવસ્થા રહી છે.જે ને જે ફાવે તે કામ કરવાની છૂટ છે.એટલે મોટા ભાગ ના દરબારો કાતો પોલીસ કે મીલીટરી કે પછી જે ફાવે તે કામ માં જોતરાઈ ગયા.ખેતી પણ વાવે તેનું ખેતર એ કાયદે ખેડૂતો પાસે જતી રહી.સૌથી વધારે તકલીફ થઇ હોય તો ક્ષત્રિયો ને.કારણ બ્રાહ્મણો પાસે તો એમનો કર્મકાંડ ને શાળાઓ હતી.ખેડૂતો ને જમીનો મળી ગઈ ને પછાત વર્ગ ને સ્પેશીયલ કાયદાનું રક્ષણ મળ્યું.છતાં એમની પણ હાલત ખરાબ તો હતીજ.એક તો ક્ષત્રિઓ ને કશું બીજું આવડે નહિ.સત્તા એકદમ છીનવાઈ ગઈ.છતાં અસ્તિત્વ જાળવવું હોય તો જે આવડે તે કરવું જ પડે.નહીતો પાયમાલ થઇ જવાય.
*સતત પરિવર્તનશીલ જગત માં જે બદલાય તે જ જીવે.ઝેન ધર્મગુરુઓ કહે છે કે એકજ નદીમાં તમે ફરી પગ કદી મૂકી શકો નહિ.કેમ કે તમે પગ ઉઠાવી ને નદી માં આગળ મુકો ત્યાં સુધીમાં નીચે કેટલુંય પાણી વહી ગયું હોય છે.એટલે કે આજગત સતત ચાલતુજ આવ્યું છે.હા કદાચ કોઈ ની ઝડપ ધીરી હોય તો તમને થોડી વાર સ્થિર લાગે.પણ કશું સ્થિર હોતું નથી.એટલે જો તમે પણ આ જગત ની સાથે ચાલો નહિ તો? પાછળ પડી જવાના. જેતે સમયે જરૂરત મુજબ રીવાજો બન્યા હોય છે.હવે જયારે સમય બદલાય તેમ જુના રીવાજો ની જરૂરત ના રહે એટલે બદલાવાનાં.પહેલા ખેતી ઉત્તમ,મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી એવું કહેવાતું.હવે નોકરી ઉત્તમ થઇ ગયી.કોઈ જોખમ તો નહિ.ખેતી માં જોખમ છે.સરખું પાકે તો પાકે નહિ તો કાઈ નહિ.જયારે વેપાર માં સાહસ અને મૂડી જોઈએ.નોકરી માટે થોડી કાબેલિયત અને સારું ભણતર હોય એટલે પત્યું.હવે ઘોડા ની જગ્યાએ મોટર બાઈક આવી ગયી,હવે કાઠી તો ઠીક બધાજ આ મોર્ડન ઘોડા ખેલવતા થઇ ગયા છે.પ્રજા માં સાહસ વૃત્તિ ઓછી થઇ ગયી છે એટલે સલામત લાગતી નોકરી પાછળ બધા દોડે છે.અને એમાં પણ ભારતમાં નોકરી માં ખુબજ સલામતી છે.બધા ને સહેલું જોઈએ છે.તકલીફ કે ટેન્સન કોઈને વેઠવું નથી.એક ભજીયા ની લારી ધરાવતા ને પણ થોડું કમાય તો એના છોકરા ને સારું ભણાવી નોકરીમાં જોતરી દેવો છે.
*આ બધી અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.એમાં કશું જ ખોટું નથી.ડો,બાબાસાહેબ આંબેડકર હતા તો કહેવાતા શુદ્ર વર્ણ ના પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનામાં રહેલું હીર જોયું.ને બનાવ્યા વડોદરા ના કલેકટર.હવે બુદ્ધિમત્તા નો ઈજારો બ્રાહ્મણો પાસે તો રહ્યો નથી.હવે એમનો બ્રાહ્મણ પટાવાળો જયારે એમની પાસે થી કોઈ કાગળ કે બીજું કઈ લઇ જવાનું હોય તો પ્રથમ પાણી છાંટી ને હાથ માં લે.જતે દિવસે આજ બાબાસાહેબ ભારતના બંધારણ ના ઘડવૈયા બન્યા.ટૂંક માં કામ ધંધા ની બાબત માં વર્ણ વ્યવસ્થા રહી નથી.કે બ્રાહ્મણ જ વિદ્યા આપે કે ક્ષત્રિય જ લડવા જાય.આખી મહાર રેજીમેન્ટ છે.જે કહેવાતા મહારાષ્ટ્ર ના શુદ્રો ની છે.હવે તો પોલીસ ખાતા માં પણ ક્ષત્રિયો નો ઈજારો રહ્યો નથી.
*એક વાર એક વહોરાજી મળ્યા વડોદરામાં.થોડી ચર્ચા ચાલી,એ કહે ખીલજી ના જમાનામાં ગુજરાત ના બ્રાહ્મણો વટલઈને વહોરા થએલા ત્યારે એક સામુહિક ધર્મ પરિવર્તન ના પ્રસંગે જે જનોઈ બધા બ્રાહ્મણોએ ઉતારેલી એનું વજન એક હજાર મણ થએલું.વહોરા કોમ વેપારી અને મૃદુ હોય છે.અસ્તિત્વ માટેની મથામણ નો એક સહેલો પણ કાયર ઉપાય.પાકિસ્તાન ના સ્થાપક મહમદ અલી જિન્નાહ ના વડવાઓ વૈષ્ણવ હતા,જિન્નાહ ના દાદી છાનામાના ઘરમાં શ્રીનાથજી ની પુંજા કરતા હતા.
*આપણે અંગ્રેજોના ગુલામ થયા એ સદીમાં અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુકેલા,યુરોપ ના બધા દેશો એક થઇ ને કૃઝેડ્સ(ધર્મ યુદ્ધો) લડેલા ને યુરોપ ને મુસ્લીમોના હુમલાઓ થી બચાવેલું.અસ્તિત્વ માટેની મથામણ નો ડેન્જરસ ઉપાય.
*ઈરાન થી થોડા પારસીઓ ભરેલું વહાણ સંજાણ બંદરે આવે છે,અને વર્ષો પછી આજે પણ પારસીઓ સવાયા ગુજરાતી બની એમની ઓળખ જાળવી રાખે છે.અસ્તિત્વ માટેની મથામણ નો ડહાપણ ભર્યો પણ બહાદુર ઉપાય.
*વાઈલ્ડ બીસ્ટ ના ટોળે ટોળાં પણ એકાદ સિંહ કે દીપડા થી પોતાનો બચાવ કરી સકતા નથી,ત્યારે એમની વસ્તી ખુબજ વધે છે,જેથી આ જાત ખતમ ના થઇ જાય.એ અસ્તિત્વ માટેની મથામણ નો કુદરતે ગોઠવેલો સહેલો ઉપાય,એમાં ભારત પણ આવી જાય.
* દેશ,સમાજ,સંસ્કૃતિ,ભાષા બધું સમયાંતરે બદલાતું જતું હોય છે.મૂળ તો આર્યો મધ્ય એશિયા થી આવ્યા.તુર્ક્મેનીન્સ્તાન માં એના પુરાવા મળ્યા છે.પ્રથમ સ્વાત(સુવાસ્તુ) ખીણ એમનું રહેઠાણ બની જે હવે આપણી નથી રહી.તાલીબાનો નો ગઢ બની ગઈ છે. સીધું નદીની સંસ્કૃતિ પરથી હિંદુ બન્યું,એ નદી હવે પાકિસ્તાન માં ગઈ.સોમ રસ પીતા આર્યો,એ હોમાં વનસ્પતિ ભારતનો છોડ નથી.ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ(ઈગલ) ભારતમાં નથી.સંસ્કૃત ભાષા પણ હવે પુસ્તકોમાં રહી ગઈ છે.જૂની ગુજરાતી પણ નવી પેઢીએ વાચી નહિ હોય.મ્હને,તેમ્હને,જેમ્હાણે ખાસ કોઈને યાદ નહિ હોય.જુનો હિંદુ ધર્મ પણ રહ્યો નથી.મોટા ભાગે લોકો માનવા પણ તૈયાર ના થાય.વાત કરીએ તો મૂરખા સમજે.ગાયોની પૂજા કરનારા આ દેશના પૂજ્ય ગણાતા ઋષિ મુનીઓ બીફ ખાતા એ વાત શ્લોકો સાથે લખો તોપણ લોકો માને નહિ.
*સમય સાથે તમે પણ બદલાવ.તોજ તમારું અસ્તિત્વ ટકી શકે.એને માટે જે કરવું પડે તે કરો.પરિવર્તન ને પરિવર્તન થી જાણો.અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે રહેલા આજ્ઞાચક્ર માં સ્થિત થઇ જાવ,આ જગત નું રહસ્ય તમારા હાથ માં જ છે.અપ્પ દીપો ભવ:,તમારા દીવા પોતે જ બનો.
No comments:
Post a Comment