Pages

Sunday, December 20, 2009

સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.

સર્વાઇવલ ના યુદ્ધ માં કમજોર વસ્તી વધારે,,,,,,,,,


*આજે દિવ્યભાસ્કર માં ગુજરાત ના પનોતા પુત્ર સામ પિત્રોડા નો વિઝન વિભાગ માં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તી થી આરોગ્ય અને સુખાકારી ના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારત ની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન) ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.

*સર્વાઇવલ ના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે."સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ" એવું ડાર્વિન કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોર નું આ દુનિયા માં કામ નથી.

*દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા,માં ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવો માં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.

*એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્ર નો ધર્મ જ કહેવાય.

*પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારત માં તો નાં જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરક માં જવાય.પુરુષ પ્રધાન સમાજ માં દીકરા થી વંશ ચાલે.બીજું કારણ પુરુષ ના જીન્સ વાય ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં નથાય કેમ કે દીકરીમાં વાય હોતા નથી ફક્ત એક્સ જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરી ના જન્મ નું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.

*કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે."જીવો જીવસ્ય ભોજનમ".સૌ સૌ ના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠર માં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસ ને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.

*પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહ ને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નર ને ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળા માં રહેલા નાના નાના બચ્ચા ને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપ ને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવ ના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમી માં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકા માં એક સાથેજ રહે છે.સર્વાઇવલ નું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળા માં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહ ની જપટ માં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસ ને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહ નું કામ જ નહિ કે આ ભેસ નો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસ ને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસો ના ટોળા નો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસ ને શીંગ મારી મારી ને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જી નો વ્યય કરવો.

*બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારી ને કેટલા મારશે?આફ્રિકા માં ભેસો ની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણ માં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળા માંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.

*તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષ ના એક ટીપા વીર્ય માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નર ના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરત ની નજર માં પ્રાણી જ છે.એટલે માણસ જાત ના નર માં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્ની ની પ્રથા હતીજ.

*તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાક માં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્ય નિયમો તો લાગેજ.પહેલા પણ જે મજબુત નર હોય એનાજ ભાગ માં નારી આવતી હશે.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવ થવા ઝગડવાનું નિવારી,લગ્ન વ્યવસ્થા ની શોધ કરી સહેલાય થી બચ્ચા પેદા કરી શકાય આવું કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે શોધ્યું હશે.મજબુત ના મનમાં લગ્ન વ્યવસ્થાનો વિચાર આવેજ ક્યાંથી?એને તો એની શક્તિ પર વિશ્વાસ હોય.

*મહાભારત ના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધો થી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસા નો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસા નો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.આ ત્રાસવાદીઓને કુદરત ના નિયમ ની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીન માં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.

*ભારત ની વસ્તી ઘટાડવા માટે પ્રજા ની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈ ના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.

*મારા વિચારો કદાચ કોઈની સમજ માં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજી ના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયો ની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.

1 comment:

  1. your thoughts are indeed thought provoking..
    carry on the good work..

    ReplyDelete