Pages

Monday, November 30, 2009

અફીણીયુ ચીન.

વરસો પહેલા ચીન સાવ કંગાળ હતું.આપણે એક બીજા ને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો એમ પૂછીએ છીએ.જયારે ચીન માં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા?એમ પૂછતાં હતા.ચોખા ખાવાના નસીબ પણ નહોતા.ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા.વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીન માં અફીણ નો જબરદસ્ત વેપાર શરુ કરેલો.આખું ચીન અફીણ ખાઈને મસ્ત રહેતું હતું,ચીન અફીણીયુ એમ કહેવાતું.લોકો આળસુ બની ચુક્યા હતા.કોઈ ઝેર વેચે,કોઈ લાડવા,શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે.બે ચાર વરસના બાળકને રાજા,સમ્રાટ બનાવેલો રાજવંશ નો હતો.એના સંડાશ ને સોના ની વાટકી માં લઈને સુંઘીને રાજા ના દરબારીઓ સ્વર્ગ નો આનંદ માનતા.એવું આ ચીન હતું આપણા થી પણ ગયેલું.બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો,રીવાજ હતો.પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ.જાપાન ની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વ યુદ્ધ માં હારી ગયું.રાજા ગયો દેશદ્રોહ ના આરોપ માં જેલમાં.માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન.ધર્મ એક અફીણ છે.આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે.રાજકારણ માં કોઈ પણ ધર્મો ની ડખલ ના જોઈએ.બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રો માં ધર્મ ની ડખલ ના હોવી જોઈએ.જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો.કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા,અને એજ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી.આપણે ફક્ત ગાંધીજીનેજ રાષ્ટ્ર પિતા માન્યા.બીજા જે લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં.અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા,જ્યોર્જ વોશીન્ગ્ટન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન.આ બધા એ નક્કી કરેલું કે આ દેશ નું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મ ની , ચર્ચ ની ડખલ ના જોઈએ.એક સમય નું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે?અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે.નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો,નાતો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો,ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો,ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો.લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે.આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય.પાછો દોષ બીજાને દેવાનો,કે ચીન નાલાયક છે,પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે,અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથીને પાકિસ્તાન ને પૈસા આપેછે.આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણા એફ બી આઈ એ પકડી લીધા.નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત.જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિક માં ઈઝરાઈલ ના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા.એ બધા પોતાના દેશ માં હીરો બની ગયેલા.મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા.એવી ખુમારી જોઈએ.આ ઈઝરાઈલ નો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો.

No comments:

Post a Comment