Pages

Tuesday, November 17, 2009

ચોકલેટ અને ડ્રગ્સ

સાચી વાત છે.કોઈ ગમે તેટલું લખે કશો ફરક પડવાનો નથી.છતાં લખવાનો ધર્મ તો બજાવવો જ પડે.રોજી રોટીનો પણ સવાલ છેજ.આજે નાના છોકરાઓને ચોકલેટ,ચુન્ગમ ખાતા જોઇને જીવ બળે પણ એમના માબાપોને જ પડી નથી તો શું કરવું?આજે ધાવણ ના દાંત જયારે કોઈ બાળકના સડેલા જોઈએ છીએ ત્યારે એમના માબાપોને લાફો મારવાનું મન થાય છે.ભવિષ્ય માં આવનારા નીચે રહેલા દાંત ને પણ સડો લાગી ચુક્યો હોય છે.સાવ નાની ઉંમર માં પણ કેવીટી પુરાવવાની?આખી જિંદગી સડેલા દાંત સાથે જીવવાનું.અજબ છે દુનિયા.ચાલતા શીખે એ પહેલા તો ચોકલેટ,કેન્ડી ખાતા શીખે.મારા ત્રણે છોકરાઓને નાનપણ થીજ ચોકલેટ ખાવાની મનાઈ હતી.ચોકલેટ ભાગ્યેજ ખરીદવામાં આવતી.નાનપણ માં તો બિલકુલ નહિ.એના સુંદર પરિણામે આજે ત્રણે ના દાંત સારા છે.અને આજે હવે મોટા થયા પછી એમને સમજાયું છે કે અમે કેમ ચોકલેટ ખાવાદેતા નહતા.અને હવે એમને આદત પડતીજ નથી.કોઈ દિવસ ખાય પણ આદત ના પડે એજ જોવાનું.નાનપણ માં જે તમે આદતો પાડો અથવા પાડવા દો લાડમાં એ સબ્કોન્સીયાશ માઈન્ડ માં ઘર કરી જાય પછી ભૂલાવવી અઘરી. જો ચ્યુંન્ગમ માં પ્લાસ્ટિક આવતું હોય તો એતો ખુબ નકામું.થાક ઉતારવા કોકો પીતા હોય એનો મતલબ એ એક જાતનું ડ્રગ જ કહેવાય એની આદત જ પડી જાય,જેમ કે સૌરાષ્ટ્ર માં અફીણ ખાવાનો રીવાજ હતો.આવા માઈલ્ડ નશાની આદત જીન્દીગી ભરના છૂટે.કોઈએ એવી ઈ મેલ મને મોકલેલ કે કુરકુરે માં પ્લાસ્ટિક આવે છે.લોકો અમસ્તાજ કુર કુરે ની ચિપ્સ ખાતા હોય છે.શ્રી કાંતિ ભટ્ટ એના વિષે પ્રકાશ પાડશે તો ઘણું સારું.હમણા અહી અમેરિકામાં સવારે ૯ થી ૧૦ ડોક્ટર્સ નામનો શો આવે છે.એમાં ચાર ડોક્ટર્સ બેઠા હોય છે,એમાં જોયું કે નાના છોકરાઓને અહીના ડોક્ટર્સ પ્રીસ્ક્રીબ ડ્રગ્સ(નશાકારક,પેન્કીલાર) આપે છે.અને એની આદત પડી જાય છે.ઘણા અહીના ડોક્ટર્સ અનો વિરોધ કરે છે કે આવા આદત પડી જાય એવા ડ્રગ્સ ના લખવા જોઈએ.આના ઓવર ડોજ થી ઘણા છોકરા મરી પણ જાય છે. આવા આદત પડેલા છોકરા,છોકરીઓ,એમના માબાપ,આવા આદત થી મરી ગયેલા બાળકોના માબાપ અને આવી આદતમાંથી છૂટીને સુખી થયેલા, બધા ને શોમાં રજુ કરેલા.આ શો નો હેતુ ખુબ સારો હતો.ભારતમાં કદાચ આ દુષણ નહિ ફેલાયું હોય ડોક્ટર્સ માં.માઈકલ જેક્સન પણ આવીજ આદતમાં મરી ગયેલો.

No comments:

Post a Comment