Pages

Tuesday, November 10, 2009

નકસલવાદ વિશેના દિવ્યભાસ્કરમાં આવેલ લેખના અનુશનધાન્ માં.

સાચી વાત એ છે કે આપણ ને ત્રાસવાદ કોઠે પડી ગયો છે.કોઈ સબ ઇન્સ્પેક્ટર નું ગળું કપાય તો આપણ ને દુખ થતું નથી.મુંબઈ માં કોઈ મરે તો ગુજરાત ને શું?ને ગુજરાતમાં કોઈ મરે તો મુંબઈ ને શું?અમેરિકા ને બીજું ૯-૧૧ પોંસાય તેમ નથી.આપણ ને પોસાય છે.આપણે ટેવાય ગયા છીએ.ન્યુ જર્સી ના ગવર્નર(અહી રાજ્યના ગવર્નર એટલે મુખ્ય મંત્રી સમજવું) કોર્જાઈન ને એક્સીડેન્ટ થયો.પોલીસ આવી.બધી કારવાઈ કરી,વધારામાં ખબર પડી કે રાજ્યના સર્વોચ્ચ વડાએ બેલ્ટ નહોતો બાંધ્યો તો પોલીસે એમને દંડ ની ટીકીટ આપી દીધી.સુરક્ષા ની બાબત માં કોઈ બાંધછોડ ના ચાલે.આપણા શાહરૂખ ભાઈ ને એરપોર્ટ પર રોક્યા એમાંતો જાણે આભ તૂટી પડ્યું.નેતાઓ પત્રકારો થી માંડી ને બધા તૂટી પડ્યા.દેશ ના લાખો લોકોની સુરક્ષા માટે થોડા નિર્દોષ મરે કે હેરાન થાય તો વાંધો નહિ એવી અમેરિકા,રશિયા જેવા દેશોની નીતિ રહી છે,જયારે દેશના લાખો લોકો મરે કે હેરાન થાય તો જરાય વાંધો નહિ પણ એકાદ સગાવહાલા કે નેતા કે ગુંડા ને કશું ના થવું જોઈએ એવી ભારત ની નીતિ રહી છે.એક સગાને છોડાવવા જતા છોડેલો ત્રાસવાદી બીજા હજારો નિર્દોષ દેશવાસીઓને મારે તો ચાલે.જ્યાં દરેક સરકારોની નીતિ આવીજ રહી હોય ત્યાં ત્રાસવાદ,નકસલવાદ,આવા વાદો ચલાવાનાજ,ગુંડારાજ તો ચાલેજ છે.બીજું આવા ગુનેગારોને હીરો બનાવી દેવાની વૃત્તિ તો પહેલાથીજ ચાલતી આવી છે.કોઈ ડાકુ,બહારવટિયા,ગુંડાઓ ને ગરીબો કે પ્રજાની પડી હોતી નથી એલોકો એમના સ્વાર્થ માટેજ કાયદા તોડવા નીકળી પડતા હોય છે.ચંબલ ના ડાકુઓને હીરો બનાવ્યા,ફૂલનદેવી ને હીરો બનાવી,દાઉદ ઈબ્રાહીમ ને હીરો બનાવ્યો,બધા ફિલ્મી ટટુઓ એના ત્યાં નાચવા જતા હતા.સૌરાષ્ટ્ર માં પણ બહારવટિયાઓ ને હીરો બનાવી દીધા હતા.જેતે રાજ્યના એ લોકો ગુનેગારો હતા.એમને અન્યાય થયો હોય તો રાજ સામે લડે,એ લોકોતો ગરીબ ખેડૂતોને મારી નાખતા હતા.રાજ ના લશ્કર સામે લડવાનું ગજું કે સંખ્યાબળ ના હોય એટલે છુપાઈને ગરીબ ખેડૂતોને મારતા.ભૂપત બહારવટિયા એ એક ગામ ના નવ પટેલોને એક લાઈન માં ઉભા રાખી એક ગોળી થી વીંધી નાખેલા એવી વાતો વાચેલી છે.બધા બહારવટિયાઓ ગુનેગારો જ હતા.આપણા મહાન લેખકોએ આવા ગુનેગારોને હીરો બનાવતી વાર્તાઓ રચેલી જ છે. આવા ગુનેગારોને ઝબ્બે કરનારા બહાદુર ડી એસ પી છેલભાઈ ભટ્ટ પણ ગાંધીજીના જમાનાના જ હતા.કસાબ ને અફઝલ ને ફાંસી આપતા એનો કોઈ સગો રિસાઈ જાય તો?

4 comments:

  1. Zaverchand Meghani had problems with some castes that's why he has not written anything about the brave heroes of those castes. He was full of prejudice

    ReplyDelete
    Replies
    1. કેમ ભાઈ....ઝવેરચંદ તમારી કાસ્ટ વિષે ન લખતા તે શું તમને ગાંડમાં ખુંચે છે?

      Delete
  2. ભુપેન્દ્રસિંહ....બહારવટિયા કોઈ ગેંગ સ્ટર ન હતા, તેઓ પોતાના હક માટે લડતા હતા....પણ તમારા જેવાને ક્યારેય કદર નહિ થાય ઇતિહાસની
    ઇતિહાસને મરોડવામાં તમે નિપુણ છો

    ReplyDelete
  3. બહારવટિયા અને દાઉદમાં ફરક છે તેનો ખ્યાલ જ નથી લાગતો તમને

    ReplyDelete