Monday, November 30, 2009
ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે છે.
આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ.આપણ ને આપણા દોષ દેખાતા નથી.બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે.યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે.પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે.ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને આપે એમાં ઓબામાં નો શું દોષ?જે વધારે કામ નો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે.તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે?એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે.તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે?ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે.સમર્થ કો નહિ દોષ ગુસાઇ.ચીન નબળું હોત તો તિબેટ ચીન નો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત.તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે.ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે.આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ.શરુ થી જ આ ચાલતું આવ્યું છે.મુસલમાનો આપણાં પર ચડી આવ્યા.તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા?અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો.ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક?તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો.સર્વઇવલ ના યુદ્ધ માં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરત નો નિયમ ભારત માટે જુદો થોડો હોય?કુદરત માટે બધા સરખા છે.આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદી માં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા.એતો અંગ્રેજો નો પથારો બહુ લાંબો થઇ ગયો હતો,લગભગ આખી દુનિયામાં,ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ.મક્કા મદીના થી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ,ઈરાન,તુર્કી નબળા હતા તે ગયા.બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી.લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે,એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા.એવું નથીજ વિયેના માં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા,એ કુદરત નો નિયમ છે.ચીન બળવાન ને મુઘલો ના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી,ને બચી ગયું..મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો?હજારો બ્રાહ્મણો શિવજી નું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી.શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જન નું પ્રતિક માત્ર છે.એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું?પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો.થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ ભાવનગર ના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા.હજુ આપણી મેંનટાલીટી એની એજ છે.હજુ આપણે કોઈ સાથ આપે એનીજ રાહ જોઈએ છીએ.અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું,ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ.પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો.પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે?એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે?પાકિસ્તાન,અમેરિકા કે ચીન?કમજોર ને કોણ ભાઈબાપલા કરે?ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન,પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે,નહીતો બચકાં ભરશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment