Wednesday, November 18, 2009
મંત્ર જપવાથી શું બુદ્ધી વધે?
માનવીનું બ્રેન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે.આખા શરીર નું કંટ્રોલ બ્રેન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે.બ્રેન ના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે.ડાબોડી લોકોનું જમણું બ્રેન વધારે કામ કરતુ હોય છે,એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેન વધારે એક્ટીવ હોય છે.આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો.જન્મ થી દસ વર્ષ સુધી એને મેન્ટલી રીટારડેડ સમજવામાં આવ્યો હતો.એ બોલી પણ ના શકતો.એનું બ્રેન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું.ચાલી પણના શકતો.એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા,જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો.ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા,નાતો કોઈ શ્રી યંત્ર ની પૂજા કરી હતી.સેરેબ્રલ પાલ્સી નો એ શિકાર હતો.બ્રેન નો એ વિભાગ શરીર નું બેલેન્સ જાળવવાનું કામ કરે છે.મહાન વૈજ્ઞાનિક ન્યુટન ની કેબીન માં બેસતો આવોજ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે.એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે.શ્રી યંત્રો ની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે.બ્રેન ને એક્ટીવ રાખવું પડે ,ગહન અભ્યાસ કરવો પડે,ચિંતન કરવું પડે.તમે કોઈ ધંધો કે નોકરી ના કરોતો શ્રી યંત્ર ની સતત પૂજા પણ પૈસા ના આપે.ના તો તમારો માનસિક વિકાસ થાય.આપણે મંત્રો જપવામાજ રહી ગયા.જુના જમાનાના ઋષીઓ આવા નહતા.એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે.સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડ માં સ્ટોર થઇ જાય,બીજું શું થાય?તમને ઊંઘ માં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય,બીજું શું ?બ્રેન ની આજ કારીગરી નો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો.છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી.લખવાનું બહુ પાછળથી આવ્યું.કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે.હજારો વર્ષોથી ,હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે. આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને,જપીને સબ કોન્શીયાશ માઈન્ડ માં સ્ટોર કરીને સાચવેલા છે.એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.દા.ત.ગાયત્રી મંત્ર માં ભગવાન સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે.હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય.તમારા બ્રેન માં સ્ટોર થઇ જાય,એના થી આઈનસ્ટૈન ની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ જાય?એના માટે તમારે એ થીઅરી નોજ અભ્યાસ કરવો પડે.આઈનસ્ટૈન ને કોઈ દિવસ ગાયત્રી મંત્ર જપતા જાણ્યા નથી.બુદ્ધી માગવાથી થોડી મળી જાય,એના માટે સતત અભ્યાસ કરવો પડે.હજારો વર્ષો થી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા?જે તે વિષય નું જ્ઞાન મેળવવા જેતે વિષય માં ખુંપી જવું પડે.મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગ ના જ્ઞાન ના અભાવે સતત જપીને,કંઠસ્થ રાખીને જીવતા રાખવા ના પ્રયત્નો માં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે,ધન મળી જશે,જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા.બાકી દુનિયા થી પાછળ પડી ગયા.દુનિયા ને શૂન્ય ની સાથે મેથ્સ,યોગ,આયુર્વેદ,કામસૂત્ર,કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન , સ્ટેઈનલેસસ્ટીલ જેવું ધાતુ વિજ્ઞાન અને અદ્વેતવાદ(લો ઓફ સીગ્યુલારીટી) જેવો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપવા વાળા આપણે પછાત રહી ગયા.ચરક ફીઝીશ્યન હતા,શુશ્રુત સર્જન હતા,કપાળ માંથી ચામડી લઈને યુદ્ધ માં તૂટેલા નાક ની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા.એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે.વાળ ના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે.આ બધું મારા ઘરનું નથી લખતો,"પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું? (ઇન્ડિયન્સ)", એવી એક ધોળી ચામડી વાળાએ બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી.ઘણું બધું હતું એમાં ભારતે દુનિયા ને આપેલ,આતો થોડા દાખલા જ આપ્યા છે. ક્યાં ભૂલ થઇ આપણી?કેમ પાછળ પડી ગયા? પી એમ રૂમ,સ્મશાન ગૃહ,લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્ર માં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે.શ્રી યંત્ર ની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને ગાયત્રી મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે,કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે,કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે,એક પોતાની જીભ કાપે છે,બીજો બીજા ના અંગ વાપરે છે,બધાને વિના પ્રયત્ને,સહેલાય થી બધું મેળવી લેવું છે.બ્રેન માં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી.હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી?એક મંત્ર સારી રીતે બ્રેન માં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલ studant કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી? રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો?ગાંડો જ લાગશે.નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી,ધન મળે કે બુદ્ધી વધે.ધન મળે ધંધો પાણી કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી.
Subscribe to:
Post Comments (Atom)
મંત્ર નો સંબંધ સ્થુળ શરીર સાથે નથી પણ શુક્ષ્મ શરીર સાથે છે.કોઈપણ વાત યોગ્ય રીતે જાણ્યા વગર લખવી યોગ્ય નથી
ReplyDeletehttp://vantdaprimaryschool.blogspot.com/
ReplyDelete