Pages

Wednesday, October 28, 2009

માંસાહાર નો દ્વેષ શા માટે?

માંસાહાર નો આટલો દ્વેષ શા માટે?.......કોઈ પણ ખોરાક પોતાનામાં ખરાબ નથી.ખરાબી છે તેનો તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો તેમાં.કોઈ ખોરાક સાત્વિક છે અને કોઈ તામસિક એવું કશું હોતું નથી.ખોરાક માં હોય છે ફક્ત ન્યુટ્રીસંસ,પોષક તત્વો,વિટામિન્સ,ખનીજ,ફેટ,કારબોહાઈડરેટ્સ,સુગર અને પ્રોટીન્સ અને બીજા અનેક તત્વો પછી એમાં વનસ્પતિજન્ય હોય કે માંસાહાર હોય બધા માં પોષક તત્વો જ હોય છે.માંસાહાર પ્રત્યે એટલો દ્વેષ શા માટે?ભાજી મુલા અને ગાજર સારા છે.શરીર ને શુદ્ધ કરે છે એ વાત સાચી છે.આપણે નિસર્ગોપચાર થી સારા થયા છીએ એટલે એના પ્રત્યે વિશેષ ભાવ હોય તે પણ સાચું પણ એનાથી માંસાહાર ને પ્રત્યેક ખોરાક ના લેખ માં એક વાર તો પુરા જોશ થી વખોડવો એ દ્વેષ ભાવ કહેવાય.દરેક ખોરાક એના પ્રમાણ સર લેવાનો હોય એમાં ખોરાક નો શું વાંક?ભાજીમુલા પણ વધારે ખાય જઈએ તો હાની કરે.જે ઘી દૂધ ને તમે સાત્વિક ગણો છો એમાં ગાય કે ભેસ ની ચરબી જ ભરેલી છે.ઘી તો શુદ્ધ ચરબી જ છે. એના શરીર માં રહેલી ચરબી એના બચ્ચા ના પોષણ માટે દૂધ માં બીજા તત્વો સાથે ભળે છે.અને એપણ જેતે પ્રાણી ના બચ્ચા માટે કુદરતે બનાવેલ છે નહિ કે માણસ માટે.આપણાં શરીર નું બંધારણ એના માટે યોગ્ય નથી.આપણાં માટે આપણી માનું દૂધ જ યોગ્ય છે.આપણે માનું દૂધ હવેના બાળકો માટે જુજ રહેવા દીધું છે,ફિગર બગડી ના જાય માટે અને ગાય ભેસ ના દૂધ એમના બચ્ચાઓના મોમાં થી છીનવી આપણાં બાળકોના શરીર ના કામના નથી છતાં આપીએ છીએ,રે હિંદુ તારી અહિંસા.દરેક પ્રાણી ના બચ્ચા ચોક્કસ માર્યાદિત સમય પુરતાજ દૂધ પીવે છે.આપણે મુર્ખાઓ માનું દૂધ પુંરતું પીતા નથી અને પ્રાણીઓના દુધ હમેશા મરતા લાગી પીએ છીએ.સાત્વિક નું લેબલ જો લાગ્યું છે.આખી જીંદગી દૂધ પીતા રહેવાની શી જરૂર છે સંતો?આતો સરાસર હિંસા છે.કોઈ પ્રાણી જેવાકે વાઘ સિંહ કે ગાય ભેસ આવે અને માણસ જાતની સ્ત્રીનું બચ્ચું ધાવતું હોય તેને બળપૂર્વક ખસેડી લે અને તે સ્ત્રીનું દૂધ ધાવી જાય તો?સંતો કલ્પના કરો આને શું કહેવાય?ઘીમાં હાનીકારક કોલેસ્ટ્રોલ સિવાય છે શું?એને તમે સાત્વિક કહો છો.હજારો નહિ બલકે લાખો વરસો થી માણસ માંસાહાર કરતો આવ્યો છે.આપણે ઉભય આહારી છીએ છતાં પણ ગાય ની જેમ ઘાસ ખાઈ શકતા નથી.એને પચાવવા માટે ની જરૂરી પાચન તંત્ર અને બેક્ટેરિયા ની વ્યવસ્થા આપણી પાસે નથી.ગાય ની પાસે એક નહિ ચાર ભાગવાળું જઠર છે.કુદરતે ફૂડચેઈન બનાવેલ જ છે,વનસ્પતિ ખાવાવાળા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખાય એ કુદરતી છીએ.આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણી થી વિશેષ કશું નથી.માંસાહાર થી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામા ને બદ્ધી વગરના કહીશું?એમના ધરમશાળાના રસોડા માં ચોક્કસ શાકાહાર જ રંધાય છે પણ એઓશ્રી તો મોટા ભાગે પરદેશમાંજ ફરતા હોય છે ત્યારે સી ફૂડ ને માંસાહાર કરતા હોય છે.બૌદ્ધ સાધુ ને કોઈ ભીખ્સા માં માંસ આપીદેતો ખાઈ લેવું એવો નિયમ છે.ખાવા માં કોઈ ચોઈસ ઘુસી ના જાય માટે એવો નિયમ હતો પણ એલોકોના રસોડા માં ક્યારેય માંસ ના બને એ પણ હકીકત છે.જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે.દુનિયા ના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ ખાવા માટે બાકી નહિ રાખતા હોય.જે બુદ્ધ ધર્મ ની અહિંસા એ આપણ ને માંસાહાર ના દ્વેષી બનાવ્યા જડતાપૂર્વક એ લોકો તો આરામ થી માંસ ખાય છે.જૈન ધર્મ ના અતિ કડક નીતિ નિયમો અને પ્રચાર પ્રસાર તરફ ની નીતિ નો અભાવ અને સ્યાદવાદ જેવી અઘરી ફિલોસોફી ને લીધે હિંદુ ધર્મ ને ભલે એ જૈન ધર્મ પ્રાચીન લગભગ ઋગ્વેદ કાલનો હોવા છતાં બીક નહોતી. બીક હતી અતિ જડપથી પ્રસરી રહેલા બૌદ્ધ ધર્મ ની.એટલે એ સમય ના હિંદુ મહાપુરુસોએ રટવા નું શરુ કર્યું કે અમે પણ અહિંસક છીએ,આતો વેદો ના ખોટા અર્થ કરી યજ્ઞોમાં પશુઓ હોમાય છે,અમે પણ શાકાહારી છીએ.કોઈ છૂટકો જ નહોતો બચવાનો.ભગવાન બુદ્ધ દસ દસ હાજર શિષ્યો ના ટોળાં સાથે ફરતા હતા.બુદ્ધં શરણં ગચ્છામી નો નારો ચારે તરફ ગુંજતો હતો.હવે યજ્ઞોમાં પશુ ને બદલે નાળીયેર હોમવા લાગ્યા,કોળા વધેરવા લાગ્યા.નાળીયેર ને ચોટલી રાખી નાક જેવું બનાવી લીધું,માનસિકતા એની એજ છે.વધેરવું શબ્દ માંજ હિંસા છે.ભગવાન બુદ્ધ અને મહાવીર ના હાથમાં શું છે?વિચાર્યું છે કદી?અને આપણા એક માં સરસ્વતી સિવાય દરેક ભગવાન ના હાથ માં કાતિલ હથિયારો છે.વેપન્સ,ભગવાન ને શી જરૂર?અને એમાં ખોટું પણ શું છે?સરવાઇવલ્ ના યુદ્ધ માં જે મજબુત હોય તેજ જીવે એવો કુદરતનો નિયમ છે.આપણા એક સ્વર્ગસ્થ ભડ કટાર લેખકે વાલ્મીકી રામાયણ ટાંકી ને લખેલું કે રામ સીતા વનમાં હરણ નું માંસ ખાતા અને શિકાર કરેલા હરણાં ના ચર્મ ના વસ્ત્રો પહેરતા હતા.એમણે મહાભારત ને ટાંકી ને લખેલું કે યુધ્ધીસ્થીરે રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળી ઓ માં બ્રાહ્મણોએ હરણ નું માંસ ખાધેલું હતું,આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે.આપણા એ ભડ લેખક ને પ્રણામ.આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે?સ્વામી સચ્ચિદાનંદ લખેછે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે,પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે.માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથ ની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું. માછ્લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે.માંસાહાર માં શાકાહાર કરતા ઉત્તમ ન્યુટ્રીશંસ છે.સાથે સાથે શાકાહાર પણ જરૂરી છેજ.કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્સ શાકાહાર માં છેજ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ.આપણા કજીન્સ ચિમ્પાંજી પણ એક્સ્ટ્રા પ્રોટીન માટે માંસાહાર કરી લેછે.વાઘ સિંહ હિંસક નથી.ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું.શું કરે બિચારા.ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી.અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ?આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી?માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમ ની.અતિ હમેશાં નુકશાન કારક છે.એકલા ગાજર ખાઈ ને કે એકલા માંસ ખાઈને સ્વસ્થ ના રહેવાય.જરૂર છે બંનેના સમન્વય ની.ના તો માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે.માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં.કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવ થી વખોડ્યા કરવી એપણ હિંસા,સુક્ષ્મ હિંસા જ કહેવાય.સાયંસ કહે છે,૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર,પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો ,૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ત્યારથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે.અને ગાય ભેસ લાખો વર્ષો થી ઘાસ જ ખાય છે.સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે.માંસ ખોટું જ હોત તો આદિમાનવ નીસર્ગોપચારીને પુછવા ના જાત કે હું શું ખાઉં?એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.

2 comments:

  1. mash khare khar khavu j na joie . a apdi sanskritini viruddh che. bhagwan ne atlu bhadhu khavanu banayu che to pan a chodine kem mash khay che.mash khavath jiv tamoguni thai jay che ane bhagwan na margma agad vadhi sakto nathi mate je bhagwan ne melvava mage che tene aa mashahari bhojanano tyag karvo joie

    ReplyDelete