Pages

Sunday, October 11, 2009

કોઈ વસ્તુ પોતાનામાં ખરાબ નથી.

ભૌતિકવાદ માં ખોટું પણ શું છે?ક્યાં સુધી મંજીરા ને તમ્બુરા વગાડ્યા કરીશું?કોઈ વસ્તુ એના પોતાનામાં ખરાબ નથી,ખરાબી છે એનો તમે શેમાં ઉપયોગ કરોછો તેમાં.અણુ વિજ્ઞાન થી ફાયદા છે,તેમ બોમ્બ બનાવીને ફેકીને તબાહી પણ કરી શકાય.મોબાઈલ અને ઈન્ટરનેટ ના ફાયદા પણ છેજ.હવે એનો ખોટો ઉપયોગ કરવો પણ તમારા હાથ માં છે.એનાથી ઈન્ટરનેટ ખરાબ થઇ જતું નથી.એમાં ઓરકુટ કે ફેસબુક નો શું વાંક?વાંક છે તમારી માનસિકતાનો.અમેરિકા માં બેઠા બેઠા હું મારા દેશ માં રહેતા સગાઓ સાથે ઓરકુટ વડે જોડાઈને મારી લાગણીયો વ્યક્ત કરી શકું છું.આ બધી વસ્તુઓને ગાળો દેવાને બદલે તમારી માનસિકતા બદલો ને ભૈલા.અને ફોન કર્યાવગર કોઈના ઘેર ના જવાય તેમાં ખોટું શું છે? કોઈને કારણ વગર બોધર ના કરવાની એમાં ભાવના છે. જુનું એટલું સોનું એ માનસિકતામાંથી હવે બહાર આવવું જોઈએ. પરિવર્તન સંસાર નો નિયમ છે.પરિવર્તન ને સ્વીકારવું એજ ડહાપણ છે.એનો સારો ઉપયોગ કરી શકાય છે.સરવાઇવલ્ નો નિયમ બધે લાગે છે.જે વસ્તુ કામની નહોય તે ટકવાની નથી.કાયમ મેરા ભારત મહાન ના ખયાલો માં જીવવું યોગ્ય નથી.જુનો જમાનો સારો હતો આજે બધું ખરાબ છે,એવું નથી.નવી વસ્તુ બે,સારા અને ખરાબ પરિણામો લઇનેજ આવે છે. યોગા કામનો છે એટલે હજુ પણ ટક્યો છે.અને આયુર્વેદ આજના મેડીકલ સાયંસ આગળ નથી ટકી શક્યો.અને એમાં પણ જે સારું હશે તેને કોઈ મારી નહિ શકે.હકારાત્મક અભિગમ રાખવો જરૂરી છે.

No comments:

Post a Comment