Tuesday, October 6, 2009
માથા પડે છતાં ધડ લડે
માથા પડે ધડ લડે.માથું કપાયા છતાં ધડ લડતું હોય કોઈ યુદ્ધ માં રાજપુતનું એવું સાંભળ્યા પછી કોઈ પણ રાજપૂત બચ્ચો પોરસાયા વગર ના રહે એ સ્વાભાવિક છે.દરેક રાજપૂત કુલ અને વંશ માં આવી કથાઓ વણાયેલી છે.પણ જરા વિચાર કરો,આખા શરીર નું કંટ્રોલ બ્રેન કરે છે.અને ગુસ્સો કે જુસ્સો પણ બ્રેન માં જ હોય.હવે એ બ્રેન માથામાં હોય અને માથુજ જ્યાં કપાઈ ને દુર પડ્યું હોય તો બ્રેન ના મેસેજ મેળવ્યા વગરનું બાકીનું શરીર કઈ રીતે લડે.વળી માથું કપાવાથી એટલું બધું લોહી વહી જાય કે ધડ એક ડગલું પણ ચાલવા અસમર્થ બને.આવી વાહિયાત અવૈજ્ઞાનિક વાતો કરી ને ભાટ,ચારણોએ એમને ભેટ સોગાદો વધારે મળે એટલે તમે રજપૂતો ખુબ બહાદુર છો એવું બતાવી એમના રોટલા શેકી ખાધા.રાજપૂતોની બહાદુરી વિષે કોઈ શંકા નથી.અને હવે આવી વાતો બનવાની નથી છતાં આ ચર્ચા ફક્ત વૈજ્ઞાનિક અભિગમ કેળવાય માટે જ કરી છે.કારણ એક કાઠીયાવાડ ના એક એન્જીનીયર ઓળખીતા સાથે ચર્ચા ચાલી તો કહે કે એક આવા બનાવ માં ધડ ૧૨ ગાઉ માથું કપાયા પછી ચાલતું લડ્યા કરેલું.મેં દલીલ કરી કે આવું શક્ય નથી. તો કહે કે મનમાં એટલો બધો ગુસ્સો હોય કે આવું થાય.મેં કહ્યું ગુસ્સો તો માથામાં રહેલા બ્રેન માં હોય,હવે એજ દુર પડ્યું હોય તો?મારા પ્રશ્ન નો એમની પાસે કોઈ ઉત્તર ના હતો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment