Pages

Wednesday, October 7, 2009

કાંતિ ભટ્ટ ના આર્ટીકલ ઉપર મારો ફીડબેક

સૌથી વધારે આપણા લોકો પર અસર હોય તો ધર્મ ગુરુઓની.આપણે ત્યાં નૈતિકતા ના હોય તો ચાલે પણ ધર્મ નો દેખાડો તો હોયજ.આપણે ત્યાં ધર્મ ની સાથે નૈતિકતા જોડએલીજ નથી.કે નથી સ્વચ્છતા જોડેલી.ધાર્મિક લોકો તો જરા પણ નૈતિક હોતા નથી.ખોટું કરો પૈસા કમાવો અને પછી મંદિર માં કે ગુરુ પાછળ કે પછી કોઈ ધાર્મિક ઉત્સવમાં વાપરો એટલે તમારા પાપ ધોવાઇ ગયા.એક ઉદ્યોગપતિ કોઈ ઉત્પાદન કરી,તેને વેચી પૈસા કમાય છે.સાથે સાથે લોકોને રોજી પણ આપે છે.જયારે એક ધર્મગુરુ કશું ઉત્પાદન કર્યા વગર એના વાહિયાત,બકવાસ,અવૈજ્ઞાનિક વિચારો વેચી,લોકો પાસેથી દાન મેળવી,લોકોની મહેનત ની કમાણી માં થી મફતમાં ભાગ પડાવી,લોકોને વધારે ગરીબ બનાવી કરોડો રૂપિયા ભેગા કરી લેછે.મંદિરો ઉપર મંદિરો બનાવી વ્યર્થ પથ્થર માં પૈસા વાપરી લોકોને ગરીબ બનાવે છે.કન્તીકાકા કહે છે કે આપણે પાકિસ્તાન અને ચીન ની દયા પર જીવીએ છીએ.અને બંગલા દેશ પણ ક્યાં ગાંઠે છે?એના માટે તમારી અહિંસા જવાબદાર છે.સર્વાઇવલ્ ના યુદ્ધ માં જે મજબુત અને બળવાન હોય એજ જીતે.આર્યો તો એવા હતા નહિ.આખો પૌરાણિક ઈતિહાસ યુદ્ધો થી ભરેલો છે.તમારા દરેક ભગવાન,અવતાર,દેવીઓ(સિવાય માં સરસ્વતી) દરેકના હાથમાં કાતિલ વેપન્સ છે.અહિંસા એ આપણને ડરપોક બનાવ્યા છે કન્તીકાકા.એટલે આપણે કસાબ ને બીજા ફાસીની સજા પામેલાને ફાંસી આપી શકતા નથી.ચીન,પાકિસ્તાન કે અરે પેલા નાન્લા અમથા બંગલા દેશ ને પણ નાથી શકતા નથી. જયારે,જ્યારે કોઈ ત્રાસવાદી એટેક કરે મુંબઈ ની જેમ તો પ્રથમ આપણા શંકરાચાર્યો,વૈષ્ણવ મહારાજ્શ્રીઓ,મારારીબાપુઓ,પ્રમુખ સ્વામીઓ,દિદિઓ,ગુરુમાઈઓ,બાલ ઠાકારેઓ અને બીજા કોઈ રહી જતા હોય એવા ગુરુઓના હાથમાં બંદુક,તલવાર,લાઠીઓ પકડાવી ને એમની સામે લડવા આગળ કરવા જોઈએ.પછી બીજી હરોળ માં તમામ નેતાઓ,અડવાની ખાસ એમને આગળ કરવા જોઈએ.રામ લડતા હતા,કૃષ્ણ લડતા હતા તો પછી એમના ચેલાઓએ,ભક્તોએ તો ખાસ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ.નહીતો પછી કસાબ ગોળીઓ છોડતો હોય ત્યારે એને વિનંતી કરવાની કે તું ગોળીઓ છોડવાનું બંધ કર નહીતો હું ઉપવાસ પર ઉતરી જઈશ.ગુરુ ગોવિંદસિંહે તલવાર ઉઠાવી એટલે શીખ પ્રજા બહાદુર બની છે.એટલે પાકિસ્તાન ની દયા ઉપર ના જીવવું હોય તો પ્રજાની માનસિકતામાં ડર ની જગ્યાએ હિંમત લાવવી પડે.કારણ નેતાઓ આજ ડરપોક પ્રજામાંથી ચૂંટાઈ ને આવે છે.પછી એ લોકો માં ક્યાંથી હિંમત હોય સામે થવાની.

1 comment:

  1. DR.SHASHANK RATHODMay 19, 2011 at 2:33 PM

    saachi vaat...
    kudrat ni majaak karvaano aapanane koi j adhikar nathi...

    ReplyDelete